દિલ્હીમાં 'ઓપરેશન લોટસ ફેલ', AAPની સરકાર પાડવા દરોડા પાડવામાં આવ્યા : CM કેજરીવાલ
નવી દિલ્હી, તા. 22 ઓગસ્ટ 2022 સોમવાર
દિલ્હીમાં દારૂ કૌભાંડની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ઘર્ષણ પણ એટલુ જ વધી રહ્યુ છે.
હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે રાજધાનીમાં ભાજપનુ ઓપરેશન લોટસ ફેલ થઈ ગયુ છે. સ્પષ્ટ કહેવામાં આવ્યુ છે કે દિલ્હીમાં તેમની સરકારને પાડવાનુ ષડયંત્ર રચવામાં આવ્યુ હતુ.
આ પણ વાંચો: ભાજપની ઓફરનું રેકોર્ડિંગ હોવાનો સિસોદિયાનો દાવો, કહ્યું- હું CM બનવા નથી આવ્યો
સરકારને ધ્વસ્ત કરવા દરોડા પાડ્યા
અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી લખ્યુ કે દિલ્હીમાં ઓપરેશન લોટસ ફેલ. આનો અર્થ સીબીઆઈ, ઈડીની રેડનુ દારૂનીતિ અને ભ્રષ્ટાચાર સાથે કોઈ લેવાદેવા નથી. આ દરોડા માત્ર દિલ્હીમાં આપની સરકારને પાડવા માટે કરવામાં આવ્યા. જેવુ કે તેમણે અન્ય રાજ્યોમાં કર્યુ છે.
આ પણ વાંચો: 'AAPને તોડી ભાજપમાં આવી જાઓ.., મેં કહી દીધું - હું માથું કપાવી દઈશ પણ..'
હવે સીએમનુ આ નિવેદન એટલા માટે મહત્વનુ છે કેમ કે સોમવારે સૌથી પહેલા મનીષ સિસોદિયાએ એક મોટો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે તેમને ભાજપ તરફથી સીએમ પદ ઓફર થયુ અને એટલે સુધી કહેવામાં આવ્યુ કે જો તમે પાર્ટીને તોડી દેશો તો તેમની પર લગાવેલા તમામ આરોપ પાછા ખેંચી લેવાશે.
આ પણ વાંચો: કેજરીવાલ ગુજરાતમાં: સિસોદિયાની ધરપકડ થશે, મારી પણ થઇ શકે