Get The App

કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવા ફરી ઓપરેશન કમળ, આ રાજ્યમાં 100 કરોડની ઓફર કરાયાનો દાવો

Updated: Aug 26th, 2024


Google NewsGoogle News
કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવા ફરી ઓપરેશન કમળ, આ રાજ્યમાં 100 કરોડની ઓફર કરાયાનો દાવો 1 - image


Karnataka Congress And BJP News | કર્ણાટકમાં કોંગ્રેસના એક ધારાસભ્યે ભાજપ પર ઓપરેશન કમળ ચલાવવાનો આરોપ મૂક્યો છે. તેમણે રવિવારે જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાના નેતૃત્ત્વવાળી રાજ્ય સરકારને અસ્થિર બનાવવા માટે 100 કરોડ રૂપિયાની ઓફર કરી કોંગ્રેસના ધારાસભ્યોને લલચાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 

 માંડયાથી કોંગ્રેસના ધારાસભ્ય રવિકુમાર ગૌડાએ જણાવ્યું છે કે ભલે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને લાલચ આપી કોંગ્રેસની સરકારને અસ્થિર કરવાના પ્રયત્નો કરી રહી હોય પણ કોંગ્રેસનો કોઇ પણ ધારાસભ્ય તેમની આ ઓફરનો સ્વીકાર કરશે નહીં. રાજ્યમાં કોંગ્રેસની સરકાર સ્થિર અને મજબૂત છે.

રવિકુમાર ગૌડાએ જણાવ્યું છે કે હું આજે પણ કહી રહ્યો છું કે ભાજપે 50 કરોડ રૂપિયાની ઓફર વધારી 100 કરોડ રૂપિયા કરી છે. બે દિવસ પહેલ ફોન આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે 100 કરોડ રૂપિયા તૈયાર છે. તે 50 ધારાસભ્યો ખરીદવા માંગે છે.

ભાજપના લોકો 50 કરોડ રૂપિયાથી 100 કરોડ રૂપિયાએ પહોંચી ગયા છે. આ અગાઉ ગયા વર્ષે ઓક્ટોબરમાં ગૌડાએ દાવો કર્યો હતો કે એક ટીમે કોંગ્રેસ ધારાસભ્યોને 50 કરોડ રૂપિયા અને મંત્રી પદ આપવાની ઓફર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ચાર ધારાસભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને આ અંગેના પુરાવા પણ ઉપલબ્ધ છે. 

ગૌડાએ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) બી એલ સંતોષ, કેન્દ્રીય પ્રધાન શોભા કરંદલાજે, પ્રહલાદ જોશી અને એચ ડી કુમારસ્વામી (જનતા દળ-સેક્યુલર) પર આરોપ મૂક્યા છે. 

તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં કોંગ્રેસ સરકાર અસ્થિર કરવા માટે એક જૂથના રૂપમાં આ લોકો કામ કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે 136 ધારાસભ્યો સાથે કોંગ્રેસની સરકાર પર્વતની જેમ મજબૂત છે.

કોંગ્રેસ ધારાસભ્યે જણાવ્યું છે કે આ લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને વચન આપ્યું છે. વે સરકારને તોડવાના ઉદ્દેશથી આગળ વધી રહ્યાં છે. ભાજપના દલાલ કોંગ્રેસ ધારાસભ્યોનો રોજ સંપર્ક કરી રહ્યાં છે.



Google NewsGoogle News