'તમે ઈનામ જીત્યા છો', તહેવારો પર આવા મેસેજ આવે તો ચેતજો! ઓનલાઈન ફ્રોડસ્ટર થઈ ગયા એક્ટિવ

તહેવારોની ઉજવણી, શોપિંગ, ટૂર પેકેજ વચ્ચે ઓનલાઈન ફ્રોડસ્ટર વધુ સક્રિય

Updated: Nov 10th, 2023


Google NewsGoogle News
'તમે ઈનામ જીત્યા છો', તહેવારો પર આવા મેસેજ આવે તો ચેતજો! ઓનલાઈન ફ્રોડસ્ટર થઈ ગયા એક્ટિવ 1 - image

દિવાળીના તહેવારોની શરુઆત થઈ ગઈ છે ત્યારે આખા વિશ્વના કૌભાંડીઓ માટે ભારત અને એમાંય ગુજરાત દિવાળીના તહેવારોમાં એક સોફ્ટ ટાર્ગેટ બન્યું છે. લલચામણાં મેસેજ સાથે વિવિધ રીતે મોબાઈલમાં રોજિંદી ટેવનો લાભ લઈને નાઈજીરિયા, રશિયા, મિડલ ઈસ્ટ જેવા દેશોમાં અને વિશ્વના અનેક ખૂણે ખાચરે આવા ઓનલાઈન ફોડસ્ટર સક્રિય છે.

શોપિંગ, ચેરિટી, તમે ઈનામ જીત્યા છો, તમારો દિવસ કેવો જશે, તમારો પ્રવાસ, તમારી બર્થ ડે, તમારા પરિવારજનોની બર્થ ડે, તમે જે શોપમાંથી શોપિંગ કર્યું છે તેને લગતાં સ્પ્રિંટિંગ્સ આપીને કાંઈને કોઈ રીતે લિંક દ્વારા કરોડોની છેતરપિંડીનો સિલસિલો હવે સહજ બની ગયો છે. 

ઈ-કોમર્સના કેટલાંક ફોડસ્ટર્સ તમે કરેલા ઓનલાઈન શોપિંગના આધા અચાનક કોઈ સારા ડિસ્કાઉન્ટ સાથે પ્રગટ થઈને તમારા મેઈલ આઈડી અને મેસેજ બોક્સમાં એટલી લલચામણી ઓફરનો મારો વરસાવે કે ભલભલા આમાં ફસાય છે. જેમને ઇંગ્લિશ નથી આવડતું તેમના માટે આ આખી ઘટના ઘોળા દિવસે થનારી લૂંટ જેવી છે.

મેકકાફીએ એક ગ્લોબલ સ્કેમ સ્ટડીનો ડેટા પ્રસારિત કર્યો હતો, જેમાં સાત દેશોના ૭૦૦૦ લોકોનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો. જેમાં પ્રત્યેક ભારતીય આખા દિવસ દરમ્યાન ૧૨ જેટલા ફેક મેસેજ મેળવે છે અને પોતાના આખા અઠવાડિયાનો ૧.૮ કલાકનો સમય આવા ફેક મેસેજ પાછળ ગુમાવે છે. ૮૨ ટકા ભારતીયો આવા ફેક મેસેજીસ પાછળ પોતાનો કિંમતી સમય બગાડે છે અને તેમાંથી ૬૪ ટકા ખોટી નોકરીઓના અને ૫૨ ટકા મેસેજ બેંક એલર્ટના જોવા મળે છે. આમાંના ૬૦ ટકાને એ વાતની ક્યારેય ખબર નથી પડતી કે આ મેસેજ ક્યાંથી અને કોણ કરે છે. અર્થાત તેઓ આવા ખોટા મેસેજ માટેની ખરાઈ માટે પણ તસ્દી લેતા નથી. ૭૨ ટકા મેસેજ ‘તમે ઈનામ જીત્યા છો', ૬૪ ટકા ફેંક નોકરીની ભરતીના, ૫૨ ટકા બેંક એલર્ટના, ૩૭ ટકા ખરીદી માટે દબાણ કરતાં, ૩૫ ટકા ઓટીટી પ્લેટફોર્મને લગતાં ખોટી ડિલીવરીના ૨૯ ટકા મેસેજીસ સતત મોબાઈલમાં સોશ્યલ મીડિયા મારફતે, ઈમેઈલ મારફતે સતત આવતા જોવા મળે છે. ઓનલાઈન ખરીદીને લગતાં ૨૭ ટકા મેસેજીસ સતત ગ્રાહકને એપ્રોચ કરતાં રહે છે, જેમાં કોઈને કોઈ રીતે લાગણીવશ થઈને એક સામાન્ય ગ્રાહક ઓનલાઈન ઠગોની જાળમાં ફસાય છે. ખાસ કરીને તહેવાર આવતાની સાથે જ આવા ઠગો વધુ સક્રિય થઈ જાય છે. એક મનોચિકિત્સકની જેમ ઓનલાઈન યુઝર્સની માનસિક્તાનો તેની એડ બનાવવામાં આવે છે. જેનો સીધો ભોગ ટીનેજર્સ અને યુવાનો બને છે

વોટ્સએપ પર થાય છે ફ્રોડ : જાણકારો અનુસાર જ્યારે તમે તેમની સાથે વોટ્સ એપ પર વળતી દલીલ કરો છો ત્યારે પણ એક નંબરનો ડેટા એક ફ્રોડસ્ટર બીજા ફ્રોડસ્ટરને પાસ કરીને તે છેતરપિંડી કરી શકે છે. તમારા નામ સાથે સીધી લિંક સાથે આવતી જાહેરાતો તમને છેતરી શકે છે. જે તે વેબસાઈટની એચટીટીપી જોઈને તેની ચકાસણી કરવી જરૂરી છે.


બીજું એક ફ્રોડ છે ડિલિવરીનું ફ્રોડ : તમને મેસેજ આવે કે તમારું દિવાળીનું પાર્સલ રસ્તામાં જ છે. આના માટે તમારે એક પેમેન્ટ કરવાનું છે. આ પેમેન્ટ નથી. રિફન્ડેબલ હશે. આ મેસેજનો વિશ્વાસ કરવાને બદલે તમારે જે તે રિટેઈલર સાથે સંપર્કમાં રહીને સમગ્ર ડિલિવરીની પ્રક્રિયા પાર પાડવી જોઈએ. પૈસા આપતાં પહેલા તેનું વેરિફિકેશન કરવું જોઈએ. તમારે ત્યાં જે ડિલિવરી થાય છે તેની પ્રોપર ટ્રેકિંગ સર્વિસનો ઉપયોગ કરીને ખાતરી કરવી જરુરી છે.

ત્રીજું દાનધર્મના નામે ફોડ : જેમાં ફ્રોડ કરનારા ચેરિટેબલ કે સમાજસેવી સંસ્થા ચલાવે છે અને તેમનો ઈરાદો સેવાનો છે અને તેમને ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપીને મદદ કરો એવા મેસેજ પણ તહેવારોના સમયે વધુ સક્રિય થઈને એક સામાન્ય માણસને જાળમાં ફસાવે છે. આવા સમયે તમે વેબસાઈટ પર જઈને જાતે ચકાસણી કરી શકો છો. સીધા જ સોશ્યલ મીડિયામાં ફરતા આવા સમાજસેવાના મેસેજનો ઉપયોગ કરીને ઠગાઈ કરનારા ઠગોનો તોટો

દિવાળીના તહેવારોમાં પાંચ દિવસ સુધી ખરીદી, ટ્રાવેલિંગ, દાન-ધર્મ અને પુણ્યનો માહોલ હોવાથી તમામ સ્તરે મોબાઈલમાં જોવામાં આવતી પોસ્ટમાં ક્યાંકને ક્યાંક સામાન્ય વ્યક્તિ ઓનલાઈન ઠગાઈનો ભોગ બને છે

મેસેજની ભરમાર કેવી અને કેટલી ?

૭૨ ટકા મેસેજ “તમે ઈનામ જીત્યા છો’, ૬૪ ટકા ફેંક નોકરીની ભરતીના, પ૨ ટકા બેંક એલર્ટના, ૩૭ ટકા ખરીદી માટે દબાણ કરતાં, ૩૫ ટકા ઓટીટી પ્લેટફોર્મને લગતાં, ખોટી ડિલીવરીના ૨૯ ટકા મેસેજીસ સતત મોબાઈલમાં સોશ્યલ મીડિયા મારફતે, ઈમેઈલ મારફતે સતત આવતા જોવા મળે છે. ઓનલાઈન ખરીદીને લગતાં ૨૭ ટકા મેસેજીસ સતત ગ્રાહકને એપ્રોચ કરતાં રહે છે.

આટલી વાત ધ્યાનમાં રાખવા જેવી છે

૧) તમારા જાણીતા અને ઓળખયા દુકાનદાર પાસેથી ખરીદી કરો.

૨) અવાસ્તવિક દેખાય એવા ભાવ મળવાને કારણે લલચાઈ જવું જોખમભર્યું છે. 

૩) કોઈપણ વસ્તુ ખરીદતી વખતે તેના રિવ્યૂ જોવાનું રાખો.

૪) સુરક્ષિત ગેટવેથી પેમેન્ટ કરો.


Google NewsGoogle News