VIDEO: આંધ્રપ્રદેશમાં ભયાનક વિસ્ફોટ, ‘ઓનિયન બોંબ’ લઈ જતી વખતે બાઈક ખાડામાં પડતા ધડાકો, ત્રણના મોત, છને ઈજા
Andhra Pradesh Onion Bomb Incident : આંધ્રપ્રદેશના એલુરુ જિલ્લામાં બાઈક પર‘ઓનિયન બોંબ’ લઈને જતા યુવકો સાથે મોટો અકસ્માત થયો. ‘ઓનિયન બોંબ’ લઈ જતા સમયે રસ્તામાં ખાડો આવતો બાઈક પરથી બોમ્બ ભેરલો થેલો નીચે પડી જતા જબરદસ્ત વિસ્ફોટ થયો હતો. મળતી માહિતી પ્રમાણે, આ અકસ્માતમાં ત્રણ યુવકોના મોત થયા છે. જ્યારે છ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતના સીસીટીવી ફૂટેજ વાઈરલ થયા.
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
સમગ્ર ઘટનાનો સીસીટીવીમાં કેદ થતાં વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં બપોરના 12 વાગ્યાની આસપાસ બાઈક પર સવાર બે યુવકો ગલીથી જઈ રહ્યાં હતા, ત્યારે ‘ઓનિયન બોંબ’બાઈક પરથી નીચે પડી જતા વિસ્ફોટ થયો હતો. આ પછી ઘટનાસ્થળે ધૂમાડાના ગોટે-ગોટા જોવા મળ્યાં. વિસ્ફોટ બાદ રસ્તા પર ઊભેલા લોકો ભાગતા જોવા મળે છે.
ત્રણના મોત, છ ઈજાગ્રસ્ત, પોલીસ ઘટનાસ્થળે પહોંચી
ઘટનામાં બાઈક સવારનું મોત થયું. જેનું નામ સુધાકર હોવાનું જાણવા મળ્યું છે. મીડિયા અહેવાલ પ્રમાણે, ઘટનામાં અન્ય બે વ્યક્તિના મોત થયા છે. જ્યારે છ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
ફટાકડાની ફેક્ટરીમાં બે લોકોના મોત
આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાના એક ગામમાં બુધવારે ફટાકડા મેન્યુફેક્ચરિંગ યુનિટ પર વીજળી પડતાં આગ લાગી હતી, જેમાં બે લોકોના મોત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, સૂર્યરૂપલેમ ગામની સીમમાં આવેલા ફટાકડા મેન્યુફેક્ચરિંગ યુનિટમાં વીજળી પડી હતી.
આ પણ વાંચો : ઝારખંડમાં ફટાકડાની દુકાનોમાં ભયાનક આગ લાગતા નાસભાગ, 66 દુકાનો બળીને ખાખ
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (કોવવુરુ) જી દેવકુમારના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં બે મહિલાઓના મોત થયા હતા અને પાંચ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી.