Get The App

વન નેશન- વન ઈલેક્શન, મહિલા અનામત...: વસ્તી ગણતરીની સાથે આ મોટા નિર્ણય લઈ શકે છે મોદી સરકાર

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
વન નેશન- વન ઈલેક્શન, મહિલા અનામત...: વસ્તી ગણતરીની સાથે આ મોટા નિર્ણય લઈ શકે છે મોદી સરકાર 1 - image


Image: Facebook

Census: મોદી સરકારે દશવર્ષીય વસતી ગણતરી કરાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. જોકે આ પ્રક્રિયામાં જાતિ સંબંધિત 'કોલમ' સામેલ કરવાને લઈને હજુ સુધી કોઈ પણ નિર્ણય લેવાયો નથી. જાણકારી અનુસાર ટૂંક સમયમાં દશવર્ષીય વસતી ગણતરી કરાવવામાં આવશે.

1881થી દેશમાં દર વર્ષે વસતી ગણતરી કરાવવામાં આવે છે. પહેલી વસતી ગણતરીનો તબક્કો 1 એપ્રિલ, 2020 એ શરૂ થવાનો હતો પરંતુ કોરોના મહામારીના કારણે આને સ્થગિત કરવો પડ્યો હતો. સરકાર માટે અત્યારે વસતી ગણતરી કરાવવી ખૂબ વધુ જરૂરી છે કેમ કે સરકારના ઘણા નવા કાયદા અને એક્ટ આ સાથે જોડાયેલા છે. 

મહિલા અનામત એક્ટનો અમલ પણ વસતી ગણતરી સાથે જોડાયેલો છે

ગયા વર્ષે સંસદ દ્વારા પાસ મહિલા અનામત અધિનિયમનો અમલ પણ દશવર્ષીય વસતીગણતરી સાથે જોડાયેલો છે. લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ બેઠકો અનામત કરવા સંબંધિત કાયદો આ એક્ટના લાગુ થયા બાદ થનારી પહેલી વસતી ગણતરીના સંબંધિત ડેટાના આધારે સીમાંકનની પ્રક્રિયા શરૂ થયા બાદ લાગુ થશે.

2011ના આંકડાના આધારે નીતિઓ બની રહી છે

નવા આંકડા ના હોવાના કારણે સરકારી એજન્સીઓ હજુ પણ 2011ની વસતી ગણતરીના આંકડા પર નિર્ભર છે. તેઓ તેના આધારે નીતિઓ બનાવી રહ્યાં છે અને સબસિડી ફાળવી રહ્યાં છે. પહેલા વસતી ગણતરી અંતર્ગત ઘરોની યાદી બનાવવાનો તબક્કો અને રાષ્ટ્રીય વસતી નોંધણી (NPR)ને અદ્યતન કરવાનું કાર્ય 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર, 2020 સુધી થવાનું હતું પરંતુ કોરોનાના કારણે આને સ્થગિત કરી દેવાયું હતું.

NPR નું કાર્ય પૂરું થશે

અધિકારીઓએ જણાવ્યું કે સમગ્ર વસતી ગણતરી અને એનપીઆર પ્રક્રિયા પર સરકારના 12,000 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ થઈ શકે છે. આ વખતે ડિજિટલ વસતી ગણતરી થશે. આ દરમિયાન આધાર કે મોબાઈલ નંબર ચોક્કસપણે એકત્ર કરવામાં આવશે. આ વખતની વસતી ગણતરી સરકાર રાષ્ટ્રીય વસતી ગણતરી રજિસ્ટર (NPR) નું કાર્ય પણ પૂરું કરી શકશે.

વન નેશન, વન ઈલેક્શનને લઈને પણ મોદી સરકાર તૈયાર

PM મોદીના નેતૃત્વવાળી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સરકાર પોતાના વર્તમાન કાર્યકાળમાં વન નેશન, વન ઈલેક્શનની નીતિ લાગુ કરી શકે છે. સરકાર આ નીતિને લઈને આશાવાદી છે. વર્ષની શરૂઆતમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની અધ્યક્ષતાવાળી પેનલ દ્વારા એક રિપોર્ટ રજૂ કર્યા બાદ વન નેશન, વન ઈલેક્શનની પ્રક્રિયા જોર પકડી રહી છે. પેનલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો અને લોકસભા તથા વિધાનસભા ચૂંટણી એક સાથે કરાવવાના ખ્યાલનું જોરદાર સમર્થન કર્યું. 


Google NewsGoogle News