‘એક દેશ, એક ચૂંટણી’ અંગે સામે આવી મોટી અપડેટ, જાણો મોદી સરકાર કોના સમર્થનથી ક્યારે કરશે લાગુ

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
‘એક દેશ, એક ચૂંટણી’ અંગે સામે આવી મોટી અપડેટ, જાણો મોદી સરકાર કોના સમર્થનથી ક્યારે કરશે લાગુ 1 - image


One Nation One Election : લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાના કોન્સેપ્ટને ‘એક દેશ, એક ચૂંટણી’ નામ આપવામાં આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ(NDA)ના તમામ રાજકીય પક્ષો, ખાસ કરીને કેન્દ્ર સરકારમાં તેના સાથી પક્ષો બિલને સમર્થન આપે તેવી અપેક્ષા છે. કેન્દ્રની મોદી સરકાર તેના વર્તમાન કાર્યકાળ દરમિયાન ‘એક દેશ, એક ચૂંટણી’ પર બિલ લાવશે. સૂત્રોએ રવિવારે આ માહિતી આપી હતી.

દેશમાં એક રાષ્ટ્ર, એક ચૂંટણીનો અમલ ક્યારે થશે?

NDA સરકારના ત્રીજા કાર્યકાળના 100 દિવસ પૂરા થવા પર મોટી માહિતી સામે આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી દરમિયાન વારંવાર કહ્યું હતું કે તેમના ત્રીજા કાર્યકાળમાં કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવશે. સૂત્રોને ટાંકીને એવું જાણવા મળ્યું છે કે ‘એક દેશ, એક ચૂંટણી’ ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની NDA સરકારના વર્તમાન કાર્યકાળ દરમિયાન જ લાગુ કરવામાં આવી શકે છે.

બિલને તમામ પક્ષોનું મળશે સમર્થન, એનડીએને વિશ્વાસ

મોદી સરકાર 3.0ના 100 દિવસ પૂર્ણ થવા પર, સૂત્રોએ જણાવ્યું કે એનડીએ સરકારના કાર્યકાળ દરમિયાન ‘એક દેશ, એક ચૂંટણી’ ચોક્કસપણે લાગુ કરવામાં આવી શકે છે. મોદી સરકારને વિશ્વાસ છે કે આ મામલે તમામ પક્ષોનું સમર્થન મળશે અને શાસક ગઠબંધનની અંદર એકતા તેના કાર્યકાળ દરમિયાન જળવાઈ રહેશે.

આ પણ વાંચો : કેજરીવાલ પછી મનીષ સિસોદિયા પણ નહીં, હવે દિલ્હીના મુખ્યમંત્રી બનવાની રેસમાં આ ચહેરા સામેલ

ભાજપે ચૂંટણી ઢંઢેરામાં ‘એક દેશ, એક ચૂંટણી’નું વચન આપ્યું હતું

તમને જણાવી દઈએ કે એનડીએના 2014-2024ના પ્રથમ બે કાર્યકાળમાં એકલા ભાજપને પૂર્ણ બહુમતી મળી હતી. જો કે, આ વખતે ભાજપને ત્રીજી ટર્મમાં 240 બેઠકો મળી હતી, જે બહુમતીના આંકડા કરતાં ઓછી હતી. આના પર મોદી સરકાર 3.0માં NDAના ઘટકોનું વર્ચસ્વ વધ્યું. ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં ‘એક દેશ, એક ચૂંટણી’ લાવવાનું વચન આપ્યું હતું.

વારંવાર ચૂંટણી દેશના વિકાસમાં અવરોધ : વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઑગસ્ટના રોજ તેમના 11મા સતત સ્વતંત્રતા દિવસના ભાષણમાં રાજકીય પક્ષોને એક રાષ્ટ્ર, એક ચૂંટણીના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરવા અપીલ કરી હતી. તેમણે વારંવાર ચૂંટણીને દેશના વિકાસમાં અવરોધ ગણાવી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ માર્ચમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ‘એક દેશ, એક ચૂંટણી’ પર પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. સમિતિએ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાનું સમર્થન કર્યું હતું.

આ પણ વાંચો : કેજરીવાલની વહેલી ચૂંટણીની માંગ સામે અનેક કાયદાકીય વચ્ચે ચૂંટણી પંચની પણ પરીક્ષા


Google NewsGoogle News