Get The App

ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વહેલા ચૂંટણી, નવા વોટર ID: વન નેશન વન ઈલેક્શનની 10 મુખ્ય ભલામણ

Updated: Dec 12th, 2024


Google NewsGoogle News
ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વહેલા ચૂંટણી, નવા વોટર ID: વન નેશન વન ઈલેક્શનની 10 મુખ્ય ભલામણ 1 - image


Kovind Panel Report: મોદી કેબિનેટે ગુરુવારે 'વન નેશન, વન ઈલેક્શન' લાગુ કરવા માટેના બિલને મંજૂરી આપી છે અને વર્તમાન શિયાળુ સત્રમાં સંસદમાં ડ્રાફ્ટ કાયદો રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકાર આ બિલ પર મોટા સ્તરે ચર્ચા કરવા માંગે છે, જેને સંસદીય સમિતિને મોકલવામાં આવે તેવી શક્યતા છે.

સૂત્રોએ જણાવ્યું કે સરકાર સમિતિ દ્વારા વિવિધ રાજ્યોની વિધાનસભા અધ્યક્ષ પાસેથી પણ સલાહ લેવામાં આવશે. 'વન નેશન વન ઇલેક્શન' યોજના પર આગળ વધતા સરકારે સપ્ટેમ્બરમાં લોકસભા, રાજ્ય વિધાનસભાઓ અને સ્થાનિક સંસ્થાઓની એકસાથે ચૂંટણીઓ ક્રમિક રીતે કરાવવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણો સ્વીકારી હતી. આ બિલને મંજૂરી મળતાં જ ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓ વહેલી થઈ શકે છે.

વન નેશન વન ઈલેક્શન યોજના હેઠળ કરાયેલી ભલામણો

1. સમિતિ એવા તારણ પર આવી કે દર વર્ષે વારંવાર ચૂંટણી યોજવાથી અર્થતંત્ર, રાજકારણ અને સમાજ પર નકારાત્મક અસર પડે છે. આ બોજો ઘટાડવા માટે, એક સાથે ચૂંટણી યોજવાની ભલામણ કરી.

2. પ્રથમ તબક્કામાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીની તારીખો એકસાથે રાખવામાં આવશે. ત્યારબાદ તેમની સાથે મહાનગરપાલિકા અને પંચાયતની ચૂંટણી પણ કરાવવામાં આવશે, જે 100 દિવસમાં યોજાશે.

3. લોકસભા ચૂંટણી બાદ રાષ્ટ્રપતિ લોકસભા બોલાવવાની તારીખને 'નિશ્ચિત તારીખ' તરીકે જાહેર કરતાં એક સૂચના જારી કરી શકે છે, જેથી સતત સંકલન થઈ શકે.

4. નવી રચાયેલી રાજ્ય વિધાનસભાઓનો કાર્યકાળ આગામી સામાન્ય ચૂંટણીઓ સાથે ટૂંકો કરવામાં આવશે.

આ પણ વાંચોઃ શિંદેને મનાવવા ભાજપના પ્રયાસ: દિલ્હીથી ચાલુ બેઠકમાં ફડણવીસે ઘુમાવ્યો ફોન, જાણો શું થઈ વાત 

5. સમિતિએ આ સુધારાઓના સફળ અમલીકરણની ખાતરી કરવા માટે અમલીકરણ જૂથની સ્થાપના કરવાની ભલામણ કરી.

6. સમિતિએ પંચાયતો અને નગરપાલિકાઓ માટે એક સાથે ચૂંટણીઓ યોજવા માટે કલમ 324 A લાગુ કરવાનું સૂચન કર્યું છે અને તમામ ચૂંટણીઓ માટે યુનિફાઈડ વોટર યાદી અને ફોટો આઈડી બનાવવા માટે કલમ 325માં સુધારાની દરખાસ્ત કરી છે.

7. ગૃહમાં અવિશ્વાસની દરખાસ્ત અથવા બહુમતીના અભાવના કિસ્સામાં, નવી ચૂંટણીઓ યોજવામાં આવશે, પરંતુ નવા ચૂંટાયેલા ગૃહનો કાર્યકાળ આગામી સામાન્ય ચૂંટણી સુધી જ લંબાવવામાં આવશે.

8.  સમિતિએ ગૃહમાં અવિશ્વાસ પ્રસ્તાવ અથવા ત્રિશંકુ સદનના કિસ્સામાં નવી ચૂંટણીઓની હિમાયત કરી છે. નવી ચૂંટાયેલી લોકસભા અગાઉની લોકસભાની બાકીની મુદત પૂરી કરશે, જ્યારે રાજ્યની વિધાનસભાઓ લોકસભાની મુદતની સમાપ્તિ સુધી ચાલુ રહેશે, સિવાય કે અગાઉ વિસર્જન કરવામાં આવે.

9. સમિતિએ ચૂંટણી પંચને સુચારૂ રીતે ચૂંટણી કરાવવા માટે EVM અને VVPAT જેવા આવશ્યક સાધનોની ખરીદી માટે સક્રિય યોજના બનાવવાની સલાહ આપી.

10. સમિતિએ તમામ ચૂંટણીઓ માટે એકીકૃત મતદાર યાદી અને આઈડી કાર્ડ સિસ્ટમનો પ્રસ્તાવ મૂક્યો છે, જેમાં બંધારણીય સુધારાની જરૂર પડશે અને રાજ્યોએ તેને સમર્થન આપવું પડશે.

ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વહેલા ચૂંટણી, નવા વોટર ID: વન નેશન વન ઈલેક્શનની 10 મુખ્ય ભલામણ 2 - image


Google NewsGoogle News