Get The App

'વન નેશન વન ઈલેક્શન' બિલ અંગે સરકારનો અચાનક મોટો નિર્ણય, લોકસભામાં સોમવારે રજૂ નહીં કરે

Updated: Dec 15th, 2024


Google NewsGoogle News
'વન નેશન વન ઈલેક્શન' બિલ અંગે સરકારનો અચાનક મોટો નિર્ણય, લોકસભામાં સોમવારે રજૂ નહીં કરે 1 - image


One Nation-One Election Bill: દેશમાં 'વન નેશન, વન ઇલેક્શન' છેલ્લાં ઘણાં દિવસોથી ચર્ચામાં છે. તેની સાથે જોડાયેલા બે બિલ સોમવારે લોકસભામાં રજૂ થવાના હતાં. હવે જણાવવામાં આવી રહ્યું છે કે, બંને બિલ સોમવારે લોકસભામાં રજૂ નહીં કરાય. સંશોધિત કાર્યસૂચિથી બિલને દૂર કરી દેવામાં આવ્યા છે. 

આ પહેલાં શુક્રવારે રજૂ કરવામાં આવેલી કાર્યસૂચીમાં કહેવામાં આવ્યું હતું કે, બિલને સોમવારે લોકસભામાં રજૂ કરવામાં આવશે. હજુ કારણ સ્પષ્ટ નથી કે, સરકારે સોમવારે બિલ ન લાવવાનો નિર્ણય કેમ કર્યો અને હવે કયા દિવસે આ બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે?  નોંધનીય છે કે, લોકસભાનું શિયાળુ સત્ર 20 ડિસેમ્બરે સમાપ્ત થઈ જશે.

આ પણ વાંચોઃ ભાજપનો મોટો પ્લાન ફેલ કરવાની તૈયારીમાં NDA સહયોગી, આ મુદ્દે બન્યો માથાનો દુઃખાવો!

સરકારે બિલ લાવવામાં કર્યું મોડું

સરકારે 'વન નેશન, વન ઇલેક્શન' પર આધારિત બિલને લોકસભામાં રજૂ કરવામાં મોડું કરી દીધું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ બિલ નાણાંકીય વ્યવસાયને પૂરા થયા બાદ ગૃહમાં લઈ જઈ શકાય છે. પહેલાં આ બિલ, બંધારણ (129મું સંશોધન) બિલ અને સંઘ શાસિત પ્રદેશ કાયદો (સંશોધન) બિલ, સોમવારે લોકસભામાં રજૂ કરવા માટે લિસ્ટ કરવામાં આવ્યા હતાં.

લોકસભા સચિવાલય દ્વારા બહાર પાડવામાં આવેલી સુધારેલી યાદીમાં આ બિલોને સોમવારના કાર્યસૂચિમાં સામેલ કરવામાં આવ્યા નથી. જોકે, લોકસભા સ્પીકરની મંજૂરી બાદ સરકાર બિલને સપ્લીમેન્ટ્રી લિસ્ટિંગના માધ્યમથી ગૃહમાં ઇંતિમ ઘડીએ રજૂ કરી શકે છે. 

આ પણ વાંચોઃ મણિપુરમાં હિંસાની આગ વધુ તીવ્ર બની, બિહારના બે પ્રવાસી શ્રમિકોની ગોળી મારીને હત્યા, એક ઉગ્રવાદી ઠાર

શું છે વન નેશન, વન ઇલેક્શન બિલ?

આ બંને બિલ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓ માટે એકસાથે ચૂંટણી કરાવવા સંબંધિત છે. ગત અઠવાડિયે નિયમ મુજબ, આ બિલની નકલને સભ્યો વચ્ચે વહેંચવામાં આવી હતી. હજું સંસદનું શિયાળું સત્ર ચાલી રહ્યું છે, જે 20 ડિસેમ્બરે પૂર્ણ થશે. આ પહેલાં, સરકારે પહેલી બેચની અગાઉની માંગ પારિત કરવા પર ફોકસ કરવા ઇચ્છે છે, જે સોમવાર માટે લિસ્ટેડ છે. 

આ પગલાંથી એ સ્પષ્ટ છે કે, સરકાર એક મોટા અને વિવાદિત મુદ્દા 'વન નેશન, વન ઇલેક્શન' પર વિચાર કરવા ઇચ્છે છે. આ એક સાથે ચૂંટણી કરાવવાની દિશામાં મોટું પગલું થવાનું છે, સ્વાભાવિક છે કે આ અંગે ચર્ચા થશે.



Google NewsGoogle News