EDને વધુ એક ઝટકો, સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાને જામીન આપ્યા બાદ વધુ એક માગ ફગાવી
Image: IANS |
Manish Sisodiya Get Bail: દિલ્હી દારૂ કૌભાંડમાં છેલ્લા 17 મહિનાથી બંધ ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને જામીન મળતાં મોટી રાહત થઈ છે. કોર્ટે તો જામીન આપી દીધી છે. જો કે, કોર્ટે આ આદેશ બાદ હવે મનીષ સિસોદિયા હવે 17 મહિના બાદ જેલથી બહાર નીકળી શકશે. કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે, ભવિષ્યમાં આ મામલે સુનાવણી પૂરી થવાની સંભાવના નથી.
આ ચુકાદાથી એક બાજુ આમ આદમી પાર્ટીના નેતાઓમાં ખુશીની લહેર જોવા મળી છે, જ્યારે બીજી બાજુ ઈડીને મોટો ઝટકો વાગ્યો છે. કોર્ટે જામીન આપવાની સાથે ઈડીની વધુ એક માગ પણ ફગાવી દીધી છે.
ઈડીએ કોર્ટ સમક્ષ માગ કરી હતી કે, મનીષ સિસોદિયા સચિવાલય અને સીએમ કાર્યાલયમાં પ્રવેશની મંજૂરી આપવામાં ન આવે. અરવિંદ કેજરીવાલ પર પણ આ પ્રકારના પ્રતિબંધ લાગુ હતા. જો કે, કોર્ટે ઈડીની આ માગ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. જો કે, તેમને અમુક નિયમોનું પાલન કરવા આદેશ કર્યો છે.
સિસોદિયાને આ શરતો પર મળ્યા જામીન
સુપ્રીમ કોર્ટે જામીન આપતાં કહ્યું કે 'મનીષ સિસોદિયા સમાજના સન્માનિત વ્યક્તિ છે અને તેમના ફરાર થવાની કોઈ શક્યતા નથી. આ કેસમાં મોટાભાગના પુરાવા એકત્ર કરી લેવામાં આવ્યા છે અને છેડછાડની કોઈ શક્યતા નથી. જો કે, સાક્ષીઓને પ્રભાવિત કરવા અથવા ડરાવવાના કિસ્સામાં તેમની પર શરતો લગાડવામાં આવી શકે છે.' સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાને 10 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા છે. આ ઉપરાંત બે મોટી શરતો પણ રાખવામાં આવી છે. જેમાં પ્રથમ શરત એ છે કે તેઓએ પોતાનો પાસપોર્ટ જમા કરાવવો પડશે. અને બીજી શરત એ છે કે તેમણે (ડેપ્યુટી સીએમ) દર સોમવાર અને ગુરુવારે પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડશે.'