એક જ સ્ટાઈલથી 10 મહિલાની હત્યા, યુપીના આ જિલ્લાની પોલીસ પણ ગોથે ચઢી, સિરિયલ કિલર કોણ?

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
એક જ સ્ટાઈલથી 10 મહિલાની હત્યા, યુપીના આ જિલ્લાની પોલીસ પણ ગોથે ચઢી, સિરિયલ કિલર કોણ? 1 - image


Serial Killer Killed 10 Women In UP: ઉત્તર પ્રદેશના બરેલીમાં 10 મહિલાઓની હત્યાનો ભેદ ઉકેલાઈ રહ્યો નથી. પોલીસ આ રહસ્યને ઉકેલવા જેટલી કોશિશ કરે છે તેટલો જ વધુ જટિલ કેસ બની રહ્યો છે. એક પછી એક 10 મહિલાઓની હત્યાના સમાચારથી બરેલી અને તેની આસપાસના તમામ ગામોમાં ભયનો માહોલ ફેલાયો છે. જેથી પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા હવે ત્રણ સ્કેચ રજૂ કરવામાં આવ્યા છે. જેથી હત્યારાની ધરપકડ ઝડપથી થઈ શકે.

બરેલીના શાહી પોલીસ સ્ટેશનમાં 10 મહિલાઓની હત્યાના સંબંધમાં કરવામાં આવેલી પોલીસ તપાસ અને નજીકના લોકો પાસેથી મળેલી માહિતી અનુસાર ત્રણ શંકાસ્પદ લોકોના સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે. ઉપરોક્ત સ્કેચ ઓળખનાર વ્યક્તિનું નામ ગુપ્ત રાખવામાં આવશે. સ્કેચ વિશેની માહિતી નીચેના ફોન નંબરો પર કૉલ દ્વારા આપી શકાય છે.

આ ફોન નંબરો પર માહિતી આપી શકો છો

પોલીસ અધિક્ષક, બરેલી – મો.નંબર 9454402429, 9258256969

વિસ્તાર અધિકારી મીરગંજ- મો.નંબર 9454401327

પોલીસ સ્ટેશન હેડ શાહી- મો.નંબર 9454403101, 9258256965

બરેલીમાં ફરી એકવાર, શાહી પોલીસ સ્ટેશન વિસ્તારના બુજિયા જાગીર ગામમાં શેરગઢના હૌસપુરના રહેવાસી સોમપાલની પત્ની 45 વર્ષની અનિતાની હત્યા કરવામાં આવી હતી અને તેનો મૃતદેહ શેરડીના ખેતરમાંથી મળી આવ્યો હતો. ગયા વર્ષે નવ હત્યાઓ પણ આ જ પેટર્ન પર કરવામાં આવી હતી. ઉજ્જડ વિસ્તારમાં ગળું દબાવીને મહિલાઓની હત્યા કરવામાં આવી છે. મહિલાની સાડીનો ઉપયોગ કરીને જ તેનું ગળું દબાવવામાં આવ્યું છે. ફરી એકવાર મહિલાની હત્યા પોલીસ માટે પડકાર બની ગઈ છે.

2 જુલાઈના રોજ અનિતા ફતેગંજ પશ્ચિમના ખિરકા ગામમાં તેના મામાના ઘરે ગઈ હતી. મંગળવારે સવારે 11 વાગ્યે ઘરે પરત આવવાનું કહીને અનિતા ત્યાંથી નીકળી હતી. પરંતુ અનિતા તો ઘરે ન પહોંચી પણ, તેની હત્યાના સમાચાર પહોંચતાં પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો. અનિતાના પરિવારજનોએ અજાણ્યા શખ્સો સામે હત્યાનો કેસ દાખલ કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે અનીતાનું એકાઉન્ટ ફતેગંજ વેસ્ટર્ન બ્રાન્ચમાં છે. જ્યાં એફડીમાંથી પૈસા ઉપાડવા તે બેન્કમાં જતી હતી.

ગતવર્ષે પણ અન્ય નવ મહિલાઓની આ રીતે જ હત્યા કરવામાં આવી હતી. જેથી આશંકા છે કે, કોઈ સિરિયલ કિલરે આ હત્યા કરી છે.

આ 10 મહિલાઓની હત્યા કરવામાં આવી

શાહી ગામની કલાવતીની 5 જૂને હત્યા.

19 જૂને ધનવતીનો મૃતદેહ શાહી રોડની બાજુમાંથી મળી આવ્યો હતો.

30 જૂને પ્રેમવતીનો મૃતદેહ શાહીના આનંદપુરમાં મળ્યો હતો.

કુસુમાનો મૃતદેહ 22 જૂને ખજુરિયા ગામમાંથી મળી આવ્યો હતો.

23 ઓગસ્ટે જ્વાલાપુર ગામમાં વીરવતીનો અર્ધ-નગ્ન મૃતદેહ મળી આવ્યો હતો.

લખીમપુરમાં 31 ઓક્ટોબરે 60 વર્ષીય મહિલાની હત્યા કરવામાં આવી હતી.

20 નવેમ્બરના રોજ ખરસૈની ગામમાં 60 વર્ષની દુલારો દેવીની હત્યા કરવામાં આવી હતી.

26 નવેમ્બરે જગદીશપુરમાં 55 વર્ષની ઉર્મિલાની હત્યા કરવામાં આવી હતી.

 એક જ સ્ટાઈલથી 10 મહિલાની હત્યા, યુપીના આ જિલ્લાની પોલીસ પણ ગોથે ચઢી, સિરિયલ કિલર કોણ? 2 - image


Google NewsGoogle News