ભારતમાં મંકીપોક્સનો એક કેસ: ગભરાશો નહીં, જાણો કેટલી ખતરનાક છે આ બીમારી અને શું છે લક્ષણો

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
ભારતમાં મંકીપોક્સનો એક કેસ: ગભરાશો નહીં, જાણો કેટલી ખતરનાક છે આ બીમારી અને શું છે લક્ષણો 1 - image
Image Envato 

Monkeypox Clad-2 Virus in India: આફ્રિકા સહિત વિશ્વના અનેક દેશોમાં હાલમાં હાહાકાર મચાવનાર મંકીપોક્સનો એક કેસ ભારતમાં પણ નોંધાયો છે. ભારતમાં મળી આવેલા શંકાસ્પદ દર્દીના લેબોરેટરી ટેસ્ટમાં એમપોક્સની પુષ્ટિ થઈ છે. હાલમાં આ દર્દીને દિલ્હીની હોસ્પિટલમાં મંકીપોક્સ માટે બનાવવામાં આવેલા આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે અને તેના પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ચેતજો! તાવ-શરદીમાં પેનકિલર અને મલ્ટીવિટામિન તરીકે વપરાતી 156 દવાઓ પર સરકારનો પ્રતિબંધ

અત્રે નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એઈમ્સ, સફદરજંગ, RMLઅને લેડી હાર્ડિંજ મેડિકલ કોલેજમાં મંકીપોક્સના દર્દીઓ માટે વોર્ડ આરક્ષિત કરવા કહ્યું હતું. જેમાં માત્ર શંકાસ્પદ કેસોને જ AIIMSમાં રાખવાના હતા અને પુષ્ટિ થયા બાદ તેમને સફદરજંગ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું. આ સિવાય LNJP અને બાબા સાહેબ આંબેડકર હોસ્પિટલમાં પણ મંકીપોક્સ માટે આઈસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યા છે. તેથી હાલમાં આ દર્દીને એલએનજેપી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે.

26 વર્ષિય આ યુવક મંકીપોક્સ સંક્રમિત દેશમાં પ્રવાસ કરી પરત ફર્યો છે

કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે આ 26 વર્ષિય આ યુવક મંકીપોક્સ વાયરસથી સંક્રમિતવાળા દેશમાં પ્રવાસ કરીને પરત ફર્યો છે. હાલમાં આ દર્દી તબીબી સારવાર રીતે સ્ટેબલ છે, અને તેને અન્ય કોઈ રોગ કે મંકીપોક્સના ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી. તે પશ્ચિમ આફ્રિકાના ક્લેડ-2 વાયરસથી પીડિત છે. રાહતની વાત એ છે કે આ દર્દી મંકીપોક્સથી સંક્રમિત છે. તેમ છતાં તપાસમાં જોવા મળેલા વાયરસનો આફ્રિકામાં ફેલાતા રોગચાળા સાથે કોઈ સંબંધ નથી.

ભારતમાં જોવા મળેલા દર્દીમાં ક્લેડ-2 વાયરસ છે

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મંતવ્ય પ્રમાણે ભારતમાં મંકીપોક્સનો દર્દી મળ્યા પછી પણ ડરવાની કે ગભરાવાની જરૂર નથી. તેનું કારણ દર્દીમાં જોવા મળતો ક્લેડ-2 વાયરસ છે.

WHO દ્વારા ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે

ડૉ. આંબેડકર સેન્ટર ફોર બાયોમેડિકલ રિસર્ચ, નવી દિલ્હીના ડિરેક્ટર પ્રોફેસર ડૉ. સુનિત કે સિંહ જણાવે છે કે, "જે મંકીપોક્સનો રોગ ફેલાવે છે, તેમાં બે પ્રકારના વાયરસ હોય છે. પહેલો ક્લેડ 1 છે, અને બીજો ક્લેડ 2 છે. હાલમાં પૂર્વ અને મધ્ય આફ્રિકામાં જે મંકીપોક્સ વાયરસ ફેલાયેલો છે, તે ક્લેડ 1 વાયરસથી થાય છે. જેને WHO દ્વારા ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે."

Clad-1 વાયરસ Clad-2 કરતાં વધુ ખતરનાક અને ચેપી 

આટલું જ નહીં ઈતિહાસ જોઈએ તો પણ ક્લેડ-1 ગંભીર રોગો માટે જવાબદાર ગણાય છે. તો મંકીપોક્સના કારણે મૃત્યુ પામેલા 10 ટકા લોકો પણ આ વાયરસથી પીડિત હતા. Clad-2 વાયરસનો ચેપ દર અને ગંભીરતા ઘણી ઓછી છે. તેથી, Clad-1 વાયરસ Clad-2 વાયરસ કરતાં વધુ ખતરનાક, ચેપી અને ઘાતક છે.

આ સ્થિતિમાં ભારતમાં ભલે મંકીપોક્સનો એક પોઝિટિવ દર્દી છે, પરંતુ વર્ષ 2022 થી લઈને અત્યાર સુધીમાં ક્લેડ -2 વાયરસના 30 કેસ ભારતમાં મળી આવ્યા છે, જે વિશ્વ આરોગ્ય સંસ્થાની સ્વાસ્થ્ય કટોકટીનો ભાગ નથી. આફ્રિકામાં ચેપ અને મૃત્યુ ક્લેડ-1ને કારણે થાય છે. એટલે ભારતમાં સાવચેતી રાખવાની જરુર છે, ગભરાશો નહીં.


Google NewsGoogle News