Get The App

હૈદરાબાદ ગેંગરેપ કેસમાં 3ની ધરપકડ,TRS નેતાનો દીકરો પણ સામેલ

Updated: Jun 4th, 2022


Google NewsGoogle News
હૈદરાબાદ ગેંગરેપ કેસમાં 3ની ધરપકડ,TRS નેતાનો દીકરો પણ સામેલ 1 - image


- છોકરાઓએ કથિત રીતે જુબલી હિલ્સ વિસ્તારમાં કાર ઊભી રાખી વાગંવાર તેમની સાથે ગેંગરેપ કર્યો હતો

હૈદરાબાદ, તા. 04 જૂન 2022, શનિવાર

હૈદરાબાદ ગેંગરેપ કેસ (Hyderabad Gang Rape Case)માં પોલીસે 3વ્યક્તિની ધરપકડ કરી છે જેમાં એક TRS નેતાનો સગીર પુત્ર પણ સામેલ છે.  પોલીસનું કહેવું છે કે પાંચ આરોપીઓની ઓળખ થઈ ગઈ છે. શહેરના પોશ વિસ્તારમાં એક કારમાં 17 વર્ષની છોકરી સાથે ગેંગરેપ કર્યાના થોડા કલાક પહેલા શંકાસ્પદોના પબની બહાર નીકળતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં પીડિતા છોકરા સાથે પબની બહાર નીકળતી જોઈ શકાય છે. 

છોકરાઓએ કથિત રીતે જુબલી હિલ્સ વિસ્તારમાં કાર ઊભી રાખી વાગંવાર તેમની સાથે ગેંગરેપ કર્યો હતો. જ્યારે બાકીના કારની બહાર ચોકીદારી કરી રહ્યા હતા. પોલીસે જણાવ્યું કે, આરોપીઓ ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ છે. 

આ ઘટના બાદ પીડિતાના પિતાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસનું કહેવું છે કે, છોકરીના પિતાના નિવેદન પર અમે કેસ નોંધ્યો છે. કારણ કે છોકરી કંઈ કહી શકે તેવી સ્થિતિમાં ન હતી. જ્યારે છોકરીને મહિલા અધિકારીઓ પાસે મોકલવામાં આવી ત્યારે તેમણે ખુલાસો કર્યો કે તેમની સાથે શું થયું હતું. 

ક્લબે સગીરોને કઈ રીતે પ્રવેશ આપ્યો અને તેમની પાસે શરાબ હતી. પોલીસ એ વાતની પણ તપાસ કરી રહી છે. પબના મેનેજરે સ્પષ્ટતા કરી હતી કે, પાર્ટીમાં કોઈને પણ ડ્રિંક કે સ્મોકિંગ કરવાની મંજૂરી નથી. ઈશાન નામના વ્યક્તિએ પાર્ટી માટે જગ્યા બુક કરાવી હતી. પાર્ટી પછી બધા સાથે કારમાં ગયા.



Google NewsGoogle News