પશ્ચિમ બંગાળમાં શા માટે ભડકી હિંસા? સંદેશખાલીમાં 144 લાગુ, ઈન્ટરનેટ સેવા બંધ

મહિલાઓની માગ છે કે તૃણમૂલ નેતા શાહજહાં શેખની ધરપકડ કરવામાં આવે

Updated: Feb 10th, 2024


Google NewsGoogle News
પશ્ચિમ બંગાળમાં શા માટે ભડકી હિંસા? સંદેશખાલીમાં 144 લાગુ, ઈન્ટરનેટ સેવા બંધ 1 - image


West Bengal violence: પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં સ્થિત સંદેશખાલીમાં ફરી એકવાર હંગામો થયો છે. તૃણમૂલ નેતા શાહજહાં શેખ અને અન્ય નેતાઓની ધરપકડના વિરોધમાં મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી. તૃણમૂલ અને ગ્રામજનો વચ્ચેની લડાઈમાં 13 નેતાઓ અને કાર્યકરોને ઈજાગ્રસ્ત થયા હતા. જેને લઈને પોલીસે આ વિસ્તારમાં કલમ 144 લગાવી દીધી અને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.

સંદેશખાલીમાં શા માટે હિંસા ભડકી?

કેન્દ્ર સરકાર દ્વારા પશ્ચિમ બંગાળને ફંડ ન આપવાને લઈને તૃણમૂલ નેતાઓએ સંદેશખાલીના ત્રિમોહની બજારમાં લોકો સાથે રેલી કાઢી હતી. આ અંગે રેલીમાં શાહજહાં શેખના નારા લગાવવાને કારણે હિંસા ભડકી હતી. સંદેશખાલીની મહિલાઓ અને પુરુષોએ હાથમાં લાકડીઓ લઈને રેલીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બંને તરફથી લડાઈ શરૂ થઈ હતી.

ગ્રામજનોએ તૃલમૂલ નેતાઓનો દોડાવ્યા

ગ્રામજનોએ તૃલમૂલના નેતાઓ અને કાર્યકરોનો દોડાવ્યા હતા, જેના કારણે તૃણમૂલના બે કાર્યકર્તાઓ ભાગતી વખતે નદીમાં પડી ગયા અને લડાઈમાં પાર્ટીના 10 કાર્યકરો ઈજાગ્રસ્ત થયા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ કાફલો ત્યાં પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. ત્યારબાદ ગામલોકોએ રાત્રે સંદેશખાલી પોલીસ સ્ટેશન સામે વિરોધ પ્રદર્શન કર્યું. સંદેશખાલીમાં પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે.


Google NewsGoogle News