Get The App

75મા પ્રજાસત્તાક દિને રાષ્ટ્રે કર્યું ''દુર્ગાશક્તિ''નું ભવ્યાતિભવ્ય દર્શન

Updated: Jan 28th, 2024


Google NewsGoogle News
75મા પ્રજાસત્તાક દિને રાષ્ટ્રે કર્યું ''દુર્ગાશક્તિ''નું ભવ્યાતિભવ્ય દર્શન 1 - image


- સિંધુ ખીણ સંસ્કૃતિ અને વેદકાળથી ભારતમાં સ્ત્રી શક્તિ પૂજાય છે

- ત્રણે સેનાઓ, અન્ય સલામતી દળો અને શભભમાં મહિલા ટુકડીઓ અગ્રેસર રહી, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સહિત અન્ય મહાનુભાવો પણ પ્રભાવિત થયા

નવી દિલ્હી : સિંધુ ખીણ સંસ્કૃતિ અને વેદકાળથી ભારતમાં સ્ત્રીશક્તિ વિવિધ સ્વરૂપે પુજવામાં આવે છે. આજે પણ દુર્ગા, ક્ષમા, સ્વધાધાત્રી, અમ્બા-અંબિકા બહુચરા તરીકે કે કાલિકા સ્વરૂપે માતાની ભક્તિ થઈ રહી છે. તેવું ભારત, પિશાચોને પણ શરમાવે, તેવા અમાનુષ, આક્રમણો પછી ફરી ''પુનરોત્થાન'' પામી રહ્યું છે ત્યારે રાષ્ટ્રે તેના ૭૫મા પ્રજાસત્તાક દિને ''દુર્ગાશક્તિ''નું ભવ્યાતિભવ્ય ''દર્શન'' કર્યું. ત્રણે સેવાઓ અન્ય તમામ સલામતી દળો મને એનસીસીમાં પણ ૭૫મા પ્રજાસત્તાક દિનપેરેડમાં મહિલા ટુકડીઓ અગ્રેસર રહી તથા ''મોટર-બાઈક'' ઉપર પણ તેઓએ જે કરતબો કર્યાં તે જોઈ ફ્રાંસના પ્રમુખ ઈમેન્યુઅલ મેંક્રોન પણ અત્યંત પ્રભાવિત થઈ ગયા હતા.

નારી-શક્તિ ખરેખર ''દુર્ગાશક્તિ'' કેમ મળી છે, તે જાણવા દુર જોવાની જરૂર જ નથી. જીવનના અસામાન્ય અવરોધો પાર કરી તેને પરાસ્ત કરી રાષ્ટ્રના રાષ્ટ્રપતિ પદે પહોંચેલા મહાન નારીના ''દર્શન'' જ પુરતા છે.

૭૫મા પ્રજાસત્તાક દિને રાષ્ટ્રે દેશના કેટલાંએ રાજ્યોને પોતાના ''ટેબ્લો'' રજુ કર્યા હતા. તે પૈકી કેટલાક ''ટેબ્લો'' અહીં રજુ કરીે છીએ. (૧) ઉ.પ્ર.ના ટેબ્લો (સહિત-સૂચક-મંચે) બાલ સ્વરૂપ ભગવાન શ્રીરામ અને ઋષિમુનીઓ રજુ કર્યા. (૨) ગુજરાતના ટેબ્લોએ ગુજરાત ટુરીઝમ ડેવલપમેન્ટે રચાવેલો ''ઘોટાડો'' સાથેનો ટેબ્લો પણ આકર્ષક રહ્યો. (૩) રાજસ્થાન ટેબ્લોમાં પરંપરા, કલા અને મહિલા સશક્તિકરણના દર્શન થતા હતા. સાથે પ્રવાસન આવકારવાનું સુત્ર વિકસિત ભારતમેં પધારો હમારે દેશ નિશાન આપી ગયું હતું. (૪) ''ઈલેક્ટ્રોનિક એવં સુચના પ્રસારણ મંત્રાલય''નો એઆઈ સામેનો ટેબ્લો અદભુત રહ્યો. (૫) ઝારખંડના કલાકારોનું પર્ફોર્મન્સ દિલચશ્પ હતું. (૬) મણિપુરે માત્ર મહિલાઓ દ્વારા જ ચલાવાતી બજાર ''ઈમા કૈથેલ'' તેના ટેબ્લોમાં દર્શાવી રહી. આ પ્રકારની બજારમાં છેલ્લા ૫૦૦ વર્ષથી ચાલી રહી છે. તે સૌથી વધુ ધ્યાનાકર્ષક બની રહી. (૭) તમિલનાડુએ છથી સદીથી ચૌદ યુગથી ચાલતી. ''નિર્વાચન-પરંપરા'' દર્શાવી દર્શકોને અને મુખ્ય અતિથિ મેક્રોને પણ આશ્ચર્યચકિત કરી દીધા. આ પુર્વ મધ્ય યુગથી ચાલતી આ ચુંટણી પદ્ધતિનું ભારતમાં પણ ઘણાને માહિતી નહીં હોય.

આંધ્રપ્રદેશે પરિવર્તન પામતા ભારતમાં પરિવર્તન પામી રહેલા શાળા-શિક્ષણનો ''ચલિત મંચ'' (ટેબ્લો) રજુ કર્યા.

જ્યારે ઓડીશાએ મહિલા સશક્તિકરણ ઉપર કેન્દ્રિત કરતો સાથે રાજયની હસ્તકલા અને રસ્તોદ્યોગ દર્શાવતો ટેબ્લો ૭૫મા પ્રજાસત્તાક દિનની પરેડમાં રજુ કર્યો હતો.

લડાખે સ્ત્રી શક્તિનું સાચું પ્રદર્શન કરતા છોકરીઓના ઉદગમ્ અને વિકાસ દર્શાવી વિશ્વમાં ગણતંત્રની જનની તરીકે ભારતને દર્શાવ્યું હતું.

મહારાષ્ટ્રે છત્રપતિ શિવાજીનો રાજ્યભિષેક દર્શાવતો ટેબ્લો રજુ કર્યો. યોગાનુયોગ આ વર્ષે શિવાજી મહારાજનાં રાજ્યાભિષેકને ૩૫૦ વર્ષે સંપન્ન થાય છે.

મધ્ય-પ્રદેશે આત્મનિર્ભર મહિલા દર્શાવવા સાથે તેઓએ રોકેટ-લોચિંગ તથા યુદ્ધ વિમાનચાલક તરીકે બજાવેલી કાર્યવાહીઓ પ્રદર્શિત કરી. મેઘાલયે તેના ચેરી-બ્લોસમ પ્રદર્શિત કર્યા.

આમ આ પ્રજાસત્તાક દિનની 'કૂચ' રાષ્ટ્રની સાંસ્કૃતિક ભવ્યતા દર્શાવવા સાથે ભારતે કૃષિ ક્ષેત્રથી શરૂ કરી અંતરિક્ષ ક્ષેત્રે સાધેલી નીતિઓ અને તેમાં નારીશક્તિએ આપેલા ભવ્યાતિભવ્ય પ્રદાનો દર્શાવ્યા હતા અને નારીશક્તિ ''દુર્ગા-શક્તિ'' પણ બની રહે છે. તે દર્શાવ્યું હતું.


Google NewsGoogle News