Get The App

પ.બંગાળમાં EDની ટીમ પર 300 લોકોના ટોળાનો હુમલો, TMC નેતાના ઘરે દરોડા વખતે બની ઘટના

આ હુમલામાં મીડિયાકર્મીઓ પણ લપેટમાં આવ્યા, ટોળાએ દોડાવી દોડાવીને માર્યા

Updated: Jan 5th, 2024


Google NewsGoogle News
પ.બંગાળમાં EDની ટીમ પર 300 લોકોના ટોળાનો હુમલો, TMC નેતાના ઘરે દરોડા વખતે બની ઘટના 1 - image


Attack On ED Team: પશ્ચિમ બંગાળમાં દક્ષિણ 24 પરગણામાં તૃણમૂલ નેતા શાહજહાં શેખ (Shah Jahan Shekh) ઠેકાણે દરોડાન પાડવા પહોંચેલી EDની ટીમ પર હુમલો કરાયાની ઘટના સામે આવી છે. માહિતી અનુસાર આશરે 250થી 300 લોકોના ટોળાએ ઇડીની ટીમને ઘેરી લીધી હતી. આ હુમલામાં મીડિયાકર્મીઓ પણ લપેટમાં આવી ગયા હતા. 

ટોળાએ મચાવ્યું તોફાન 

માહિતી અનુસાર લોકોના ટોળાએ ઈડીની ટીમની ગાડીઓને નિશાન બનાવી તેના કાંચ તોડી નાખ્યા હતા. આ દરમિયાન મીડિયાકર્મીઓ સાથે પણ મારપીટ કરવામાં આવી હતી. ઈડીની ટીમ ટીએમસી નેતા શાહજહાં શેખના ઘરે દરોડાની કાર્યવાહી કરવા પહોંચી ત્યારે ગામના લોકોએ ઈંટો અને પથ્થરો વડે હુમલો કરી દીધો હતો. જેમ તેમ ઈડીની ટીમમાં સામેલ સભ્યોએ પોતાનો જીવ બચાવવા નાસી જવું પડ્યું હતું. 

પ.બંગાળમાં EDની ટીમ પર 300 લોકોના ટોળાનો હુમલો, TMC નેતાના ઘરે દરોડા વખતે બની ઘટના 2 - image



Google NewsGoogle News