Get The App

VIDEO : ખ્રિસ્તી ધર્મગુરુનો હદપાર ગુસ્સો ! મહિલાને થપ્પડ મારી, લોકો પર સામાન ફેંક્યો

Updated: Mar 23rd, 2025


Google News
Google News
VIDEO : ખ્રિસ્તી ધર્મગુરુનો હદપાર ગુસ્સો ! મહિલાને થપ્પડ મારી, લોકો પર સામાન ફેંક્યો 1 - image


Bajinder Singh Controversy : ખ્રિસ્તી ધર્મગુરુ બજિન્દર સિંહ વધુ વિવાદમાં ફસાયા છે. બજિન્દર સિંહે પોતાની ઓફિસમાં મહિલાને થપ્પડ મારતો અને લોકો પર સામાન ફેંક્યો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પંજાબ પોલીસે થોડા દિવસ પહેલા બજિન્દર સિંહ વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ દાખલ કર્યો હતો, તેના થોડા સપ્તાહ બાદ આ વીડિયો સામે આવ્યો છે.

બજિન્દરે ગુસ્સામાં આવી મહિલાને થપ્પડ મારી

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, બજિન્દર તેની ઓફિસમાં બેઠો છે. આ દરમિયાન તે એક યુવક પર સમાન ફેંકે છે અને ખુરશીમાંથી ઉભો થઈ તે યુવકને ઉપરાઉપર થપ્પડ મારે છે. ત્યાર બાદ તે સોફા બાળક સાથે બેઠેક મહિલા સાથે ગુસ્સામાં આવીને વાત કરે છે. પછી તે પાછો ખુરશી પર બેસી ત્યાંથી મહિલાને છુટ્ટો સામાન મારે છે. પછી તે પાછો ઉભો થઈને મહિલા પાસે આવી તેણીને થપ્પડ મારે છે. આ દરમિયાન આસપાસ બેઠેલા લોકો તુરંત ઉભા થઈ બજિન્દર અને મહિલા પાસે આવી છોડાવે છે. આ વીડિયો તેમની ઓફિસના CCTV ફુટેજનો છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

બજિન્દર પોતાને ‘પયગંબર બજિન્દર’ કહે છે

જાલંધરનો રહેવાસી બજિન્દર સિંહ ‘ધ ચર્ચ ઑફ ગ્લોરી એન્ડ વિજ્ડમ’નો પ્રમુખ છે અને તે પોતાને પયગંબર બજિન્દર કહે છે. કેટલાક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરાયો છે કે, બજિન્દરે જેને માર માર્યો તે તેમના કર્મચારી છે. આ પહેલા એક મહિલાએ બજિન્દર પર જાતીય સતામણીની ફરિયાદ કરી હતી. મહિલાએ ફરિયાદ કરી છે કે, તે વર્ષ 2017માં બજિન્દરના ચર્ચમાં સામેલ થઈ હતી અને 2023માં ચર્ચ છોડી દીધું હતું. 2022માં બજિન્દર તેણીને કથિત રીતે અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો.

આ પણ વાંચો : સંભલ હિંસા : ભીડને ભડકાવવાના આરોપમાં જામા મસ્જિદ કમિટીના મુખ્ય વકીલ ઝફર અલીની ધરપકડ

મહિલાએ કર્યો ગંભીર આક્ષેપ

મહિલાએ બજિન્દર પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, જ્યારે તે કૉલેજમાં હતી, ત્યારે તે તેની પાછળ કાર મોકલતો હતો અને ઘર સુધી પીછો કરતો હતો. તેણે મને કહ્યું કે, તું ઈચ્છે છે કે, તારા પિતા ક્યારેય ઘર પરત ન આવે અને તારી માતા ચર્ચમાં જીવતી ન જાય. હું ઉદાસ હતી, તેથી મેં કોઈને પણ આ વાત શેર કરી ન હતી.

પીડિત મહિલાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, બજિન્દર અફીણના વેપારમાં અને મહિલાઓની તસ્કરીમાં સામેલ હતો. તે મહિલા સાથે ખોટા કામ કરતો હતો અને જે અવાજ ઉઠાવતી હતી, તેને મોતને ઘાટ ઉતારતો હતો અથવા ધમકાવતો હતો.’

રાષ્ટ્રીય મહિલા આયોગે ધરપકડની માંગ કરી છે

ACP બબનદીપ સિંહે જણાવ્યું હતું કે, બજિન્દર વિરુદ્ધ જાતીય સતામણી, પીછો કરવાનો અને ગુનાહિત ધમકી આપવાના આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. રાષ્ટ્રીય મહિલા આયોગે સિંહની ધરપકડની માંગ કરી છે. જો કે બજિન્દરે આરોપોને ફગાવી દીધા છે.

આ પણ વાંચો : નીતિશ કુમારને મોટો ઝટકો, મુસ્લિમ ધાર્મિક સંગઠનોએ CMની ઈફ્તાર પાર્ટીનો બહિષ્કાર કર્યો

Tags :