Get The App

ઇન્દોરમાં પિકનિક મનાવવા ગયેલા 2 આર્મીના જવાનો પર હુમલો, મહિલા સાથે ગનપોઇન્ટ પર ગેંગરેપ

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
ઇન્દોરમાં પિકનિક મનાવવા ગયેલા 2 આર્મીના જવાનો પર હુમલો, મહિલા સાથે ગનપોઇન્ટ પર ગેંગરેપ 1 - image


Miscreants Attacked Two Army Officers In Indore: મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મંગળવારે મોડી રાત્રે પિકનિક મનાવવા ગયેલા બે યુવાન આર્મી જવાનો અને તેમની બે મહિલા મિત્રો પર બદમાશો દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. તેમાંથી એક મહિલા સાથે ગેંગરેપ થયો હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. આર્મીના જવાનો સાથે થયેલી આ ઘટનાથી દરેક લોકો હેરાન રહી ગયા છે. પોલીસે આ સમગ્ર મામલે કેસ નોંધી લીધો છે અને બદમાશોની તલાશ શરુ કરી દીધી છે.

શું છે સમગ્ર મામલો?

ઇન્દોર જિલ્લામાં પિકનિક મનાવી રહેલા બે આર્મી જવાનો અને તેમની બે મહિલા મિત્રો પર હુમલો થયો અને તેમાંથી એક મહિલા સાથે ગનપોઇન્ટ પર ગેંગરેપ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે જણાવ્યું કે, બન્ને આર્મી જવાનો મહૂ છાવણી શહેરના ઇન્ફન્ટ્રી સ્કૂલમાં 'યંગ ઑફિસર્સ' (YO) કોર્સ હેઠળ તાલીમ લઈ રહ્યા છે. તેઓ મંગળવારે પોતાની બે મહિલા મિત્રો સાથે પિકનિક મનાવવા માટે ગયા હતા.

કેવી રીતે બની ઘટના?

પોલીસે જણાવ્યું કે, મંગળવારે મોડી રાત્રે લગભગ 2:00 વાગ્યે કેટલાક અજાણ્યા લોક મહૂ-મંડલેશ્વર માર્ગ પર સ્થિત પિકનિક સ્પોટ પર પહોંચ્યા. તેમણે કારમાં બેસેલા એક જવાન અને મહિલાઓને માર મારવાનું શરુ કરી દીધું. બીજો જવાન કારથી થોડે દૂર હતો તેણે કોઈક રીતે પોતાના વરિષ્ઠ અધિકારીઓને ઘટનાની જાણ કરી. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી. પોલીસને જોઈને બદમાશો ત્યાંથી ભાગી ગયા હતા.

મહિલા સાથે રેપનો ખુલાસો

પોલીસ ચારેય પીડિતોને મેડિકલ તપાસ માટે મહુ સિવિલ હૉસ્પિટલમાં લઈ ગઈ હતી. અધિકારીઓએ જોયું કે મહિલાન શરીર પર ઈજાના નિશાન હતા. મેડિકલ તપાસ બાદ જાણવા મળ્યું કે બદમાશોએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું છે. પોલીસે જણાવ્યું હતું કે લૂંટ, દુષ્કર્મ અને હથિયાર સાથે સબંધિત (BNS) કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ચાર પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ બદમાશોની શોધ શરુ કરી છે.


Google NewsGoogle News