Get The App

'દુશ્મનીથી શરૂઆત કેમ કરવી...?' ઓમર અબ્દુલ્લાહના બદલાતા સૂરથી વિપક્ષનું ગઠબંધન ચિંતિત

Updated: Jan 17th, 2025


Google NewsGoogle News
Omar Abdullah


Omar Abdullah: મુખ્યમંત્રી તરીકેના તેમના બીજા કાર્યકાળ વિશે ઓમર અબ્દુલ્લાએ કહ્યું, 'આ શીખવાનો અનુભવ છે. હું જાણતો હતો કે કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રી બનવું સરળ નહીં હોય. કેટલીક વસ્તુઓ સારી રહી છે, કેટલીક વસ્તુઓ મુશ્કેલ છે પરંતુ જીવનમાં આ બધું ચાલ્યા રાખે છે.'

એક ઈન્ટરવ્યૂમાં જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહએ કેન્દ્ર સરકાર માટેના તેમના વિઝન વિશે વાત કરી હતી. તેમજ આ અંગે રચનાત્મક સંબંધો જાળવવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. જ્યારે ઓમર અબ્દુલ્લાહને પૂછવામાં આવ્યું કે શું તેઓ પીએમ મોદીની આગેવાનીવાળી સરકાર તેમના પર નારાજ ન થાય એ માટે તેઓ સતર્ક રહે છે? આ અંગે અબ્દુલ્લાહએ જવાબ આપ્યો, 'દુશ્મનીથી શરૂઆત કેમ કરવી...?'

'મારે શા માટે લડવું જોઈએ?'- ઓમર અબ્દુલ્લાહ

ઓમર અબ્દુલ્લાહએ કેન્દ્રીય નેતૃત્વ સાથેની તેમની સકારાત્મક વાતચીતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 'સત્ય એ છે કે જ્યારે હું વડાપ્રધાન અને ગૃહમંત્રીને મળ્યો ત્યારે તેઓએ સ્પષ્ટ કહ્યું કે લોકોએ આપણને તેમના નેતા ચૂંટીને તેમની વાત સ્પષ્ટ કરી દીધી છે. આથી લોકોના આદેશોનું સન્માન કરવું જોઈએ અને હું સરકારને સંપૂર્ણ સમર્થન અને મદદ કરશે.'

બિનજરૂરી સંઘર્ષ પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું, 'તો જ્યારે તેઓએ મતભેદ માટે કોઈ અવકાશ છોડ્યો નથી, તો મારે શા માટે લડવું જોઈએ, લડવાની કોઈ જરૂર નથી.'

'અમે ભાજપ સાથે નથી પણ...'

જ્યારે તેમનો વિરોધ કરનારાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ઓમર અબ્દુલ્લાએ જવાબ આપ્યો, 'કોઈ વાંધો નહીં, રાજકારણનો અર્થ અલગ-અલગ અભિપ્રાય છે. તેથી એવા લોકો હશે જેઓ મારી સાથે સહમત નહીં થાય. તેઓ પોતાનું નસીબ અજમાવી શકે છે અને હું જે ખુરશી પર બેઠો છું તેના પર બેસી શકે છે. તેમને તે કરવા દો. પછી તેઓ ઇચ્છે તેટલા આક્રમક બની શકે છે.'

આ પણ વાંચો: મોડી રાતે રાહુલ ગાંધી AIIMS પહોંચ્યા, કડકડતી ઠંડી વચ્ચે ફૂટપાથ પર સૂતા દર્દીના પરિજનોને મળ્યાં

આ અંગે અબ્દુલ્લાહએ વધુમાં કહ્યું, 'અને જો તેમની પદ્ધતિ મારી પદ્ધતિ કરતાં વધુ સારી રીતે કામ કરશે, તો હું તમારા કાર્યક્રમમાં આવનાર પ્રથમ વ્યક્તિ બનીશ અને કહેશે કે તેઓ સાચા હતા અને હું ખોટો હતો.'

ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, 'હું કેન્દ્ર સરકાર સાથે નજીકથી કામ કરી રહ્યો છુ, તેનો અર્થ એ નથી કે મારી પાર્ટી જમ્મુ અને કાશ્મીર સંબંધિત મુદ્દાઓ પર ભાજપ સાથે છે. હું કેન્દ્ર પ્રત્યે નરમ નથી. એ વાત સમજો કે સરકાર સાથે કામ કરવાનો અર્થ એ નથી કે હું તેમની દરેક વાત સાથે સંમત છું. આનો અર્થ એ નથી કે હું ભાજપનું કામ સ્વીકારું છું. આનો અર્થ એ પણ નથી કે જમ્મુ-કાશ્મીરના મુદ્દાઓ પર નેશનલ કોન્ફરન્સનું શું વલણ છે અને ભાજપે શું કર્યું છે તે વચ્ચે કોઈ સહમતિ છે. આ મુદ્દાઓ પર કોઈ સર્વસંમતિ નથી.'

'દુશ્મનીથી શરૂઆત કેમ કરવી...?' ઓમર અબ્દુલ્લાહના બદલાતા સૂરથી વિપક્ષનું ગઠબંધન ચિંતિત 2 - image



Google NewsGoogle News