જમ્મુ કાશ્મીરમાં બનશે NC-INC સરકાર! ઉમર અબ્દુલ્લાએ LGને મળીને કર્યો સરકાર બનાવવાનો દાવો
Omar Abdullah meets Lieutenant Governor : જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવવાને લઈને ઉમર અબ્દુલ્લાએ દાવો રજૂ કર્યો. તેમણે આજે શુક્રવારે રાજભવન ગયા અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાને મળ્યા. તેમણે કહ્યું કે શપથ ગ્રહણ સમારોહ 13 ઓક્ટોબરે થઈ શકે છે.
ઉપરાજ્યપાલ મનોજ સિન્હા સાથેની મુલાકાત બાદ જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, 'મે એલજી સાથે મુલાકાત કરી અને કોંગ્રેસ, સીપીએમ, આપ અને અપક્ષો તરફથી મળેલા સમર્થનના પત્રો આપ્યા.'
ઉમર અબ્દુલ્લાએ શું કહ્યું?
ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, 'મે તેમને શપથ ગ્રહણ સમારોહની તારીખ નક્કી કરવા વિનંતી કરી, જેથી સરકાર કામ શરૂ કરી શકે. કેન્દ્રનું શાસન હોવાથી આ એક લાંબી પ્રક્રિયા હશે. એલજી સૌપ્રથમ રાષ્ટ્રપતિ ભવન અને પછી ગૃહ મંત્રાલયમાં દસ્તાવેજ મોકલશે. જેમાં 2-3 દિવસનો લાગશે તેવું જણાવ્યું. આમ જો આ મંગળવાર પહેલા થશે તો અમે બુધવારે શપથગ્રહણ સમારોહ રાખીશું. હું માત્ર એટલું કહેવા માગુ છું કે આ સરકારમાં જમ્મુની અવગણના કરવામાં આવશે નહીં.'
#WATCH | Jammu and Kashmir National Conference Vice President Omar Abdullah leaves for Raj Bhavan from his residence in Srinagar.
— ANI (@ANI) October 11, 2024
He will stake claim to form the government. pic.twitter.com/83QrT4muwn
અપક્ષ ધારાસભ્યો બાદ હવે નેશનલ કોન્ફરન્સને પણ આમ આદમી પાર્ટીનું સમર્થન મળ્યું છે. આમ આદમી પાર્ટીએ શુક્રવારે લેફ્ટનન્ટ ગવર્નરને સમર્થનનો પત્ર સુપરત કર્યો હતો. ડોડામાં આમ આદમી પાર્ટીના મેહરાજ મલિકે ભાજપના ઉમેદવાર ગજય સિંહ રાણાને 4,538 વોટથી હરાવીને જીત મેળવી છે.
પાંચ અપક્ષ ધારાસભ્યઓએ આપ્યું સર્મથન
નેશનલ કોન્ફરન્સને પાંચ અપક્ષ ધારાસભ્યઓએ પણ સર્મથન આપવાની ઘોષણા કરી છે. ગુરુવારે અપક્ષ ધારાસભ્ય ડો. રામેશ્વર સિંહ, ચૌધરી મોહમ્મદ અકરમ, સતીશ શર્મા અને પ્યારે લાલ શર્માએ સર્મથનનું એલાન આપ્યું હતું. આ પછી પાંચમાં અપક્ષ ધારાસભ્ય થાનામંડીથી જીત હાંસલ કરનાર પૂર્વ ન્યાયાધીશ મુજફ્ફર ઈકબાલ ખાને પણ એનસીને સર્મથન આપવાની વાત કરી.