Get The App

મુખ્યમંત્રી બનતાં જ ઓમર અબ્દુલ્લાહ એક્શનમાં, જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવા પ્રસ્તાવ પાસ

Updated: Oct 18th, 2024


Google NewsGoogle News
મુખ્યમંત્રી બનતાં જ ઓમર અબ્દુલ્લાહ એક્શનમાં, જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવા પ્રસ્તાવ પાસ 1 - image


Omar Abdullah: Chief Minister of Jammu and Kashmir : કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના પ્રથમ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહએ કાર્યભાર સંભાળી લીધો છે. ઓમર અબ્દુલ્લાહએ આજે શુક્રવારે તેમની પહેલી કેબિનેટ બેઠક યોજી હતી.

જો કે, ઓમર અબ્દુલ્લાહએ તેમની આ પહેલી કેબિનેટ બેઠકમાં કલમ 370 નાબૂદ કરવા સામે નિંદા પ્રસ્તાવ પસાર ન કરવા પર ઓમર અબ્દુલ્લાહ વિરોધીઓના નિશાના પર આવી ગયા છે. 

આ પણ વાંચો: I.N.D.I.A. ગઠબંધનમાં ડખા! ફરી આ વાતથી નારાજ થયા અખિલેશ યાદવ, શું કરશે રાહુલ ગાંધી?

રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો

ઓમર અબ્દુલ્લાહએ મુખ્યમંત્રીનો તરીકેનો ચાર્જ (કાર્યભાર) સંભાળ્યા પછી તેમની પહેલી કેબિનેટ બેઠકમાં જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે એક ઠરાવ પસાર કર્યો છે.

તેમણે બેઠકમાં કલમ 370 નાબૂદ કરવા સામે કોઈ ઉલ્લેખ કર્યો ન હતો. જો કે, રાજ્ય સરકારે કેબિનેટ બેઠક અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી.

પીએમ મોદી સાથે ટૂંક સમયમાં કરી શકે છે મુલાકાત 

સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનો પ્રસ્તાવ જ લાવવામાં આવ્યો હતો. અને ઓમર અબ્દુલ્લાહ ટૂંક સમયમાં નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળશે અને તેમને આ પ્રસ્તાવ વિશે માહિતી આપતાં તેઓ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા પર આગ્રહ કરશે.

વિરોધીઓએ ઓમર અબ્દુલ્લાહ પર નિશાન સાધ્યું હતું

તો અહીં પીપલ્સ કોન્ફરન્સના અધ્યક્ષ સજ્જાદ ગની લોન અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના યુવા વિંગના નેતા વહીદ ઉર રહેમાન પરાએ ઓમર અબ્દુલ્લાહ(CM ઓમર અબ્દુલ્લાહ) ની ટીકા કરતાં કહ્યું કે, કેબિનેટે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે. 5 ઑગસ્ટ, 2019ની કેન્દ્ર સરકારે કરેલા કાર્યને યોગ્ય ઠેરવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : 'બાળ લગ્નને કારણે જીવનસાથી પસંદ કરવાનો વિકલ્પ છીનવાઈ જાય છે..' સુપ્રીમ કોર્ટ લાલઘૂમ


પીપલ્સ કોન્ફરન્સના અધ્યક્ષ સજ્જાદ ગની લોને કહ્યું કે,  કેબિનેટની બેઠકમાં ગુપ્ત રીતે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે, આ પ્રસ્તાવ વિધાનસભામાં લાવવામાં આવવો જોઈતો હતો. કલમ 370 નાબૂદ કરવા સામે કેબિનેટમાં કોઈ ચર્ચા થઈ નથી.

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના પ્રથમ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહએ કાર્યભાર સંભાળી લીધો છે. ઓમર અબ્દુલ્લાહએ આજે શુક્રવારે તેમની પહેલી કેબિનેટ બેઠક યોજી હતી. ઉલ્લેખનીય છે કે, ઓમર અબ્દુલ્લાહ બીજી વખત જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી બન્યા છે, પરંતુ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે. પહેલા જ્યારે ઓમર અબ્દુલ્લાહ મુખ્યમંત્રી બન્યા હતા, એ સમયના અને અત્યારના સંજોગો ખૂબ જ અલગ છે.

ઓમર અબ્દુલ્લાહ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી બની ગયા છે, પરંતુ કોઈપણ મોટો અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલા ઉપરાજ્યપાલની મંજૂરી લેવી જરૂરી છે. 


Google NewsGoogle News