રાજસ્થાનમાં ભાજપ સરકારે કોંગ્રેસની વધુ એક યોજના પલટી, 'જૂની' નહીં ફરી 'નવી' પેન્શન સ્કીમ લાગુ

ભાજપ એનપીએસના પક્ષમાં છે

Updated: Jan 24th, 2024


Google NewsGoogle News
રાજસ્થાનમાં ભાજપ સરકારે કોંગ્રેસની વધુ એક યોજના પલટી, 'જૂની' નહીં ફરી 'નવી' પેન્શન સ્કીમ લાગુ 1 - image


Rajasthan OPS and NPS News | રાજસ્થાનમાં સરકાર બદલાયા બાદથી કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતની યોજનાઓ ફરી બંધ કરવામાં આવી રહી છે. ભાજપ વતી મુખ્યમંત્રી ભજનલાલની સરકારે પ્રથમ નિમણૂકમાં જ કર્મચારીઓ પર NPS (નવી પેન્શન સ્કીમ) યોજના લાગુ કરી દીધી છે. નવા આદેશમાં ક્યાંય પણ OPSનો (જૂની પેન્શન સ્કીમ) ઉલ્લેખ નથી. તેનો અર્થ સ્પષ્ટ છે કે રાજસ્થાનમાં જૂની પેન્શન યોજના લાગુ નહીં થાય. 

નાણામંત્રી સરકારનો અભિપ્રાય સ્પષ્ટ કરશે 

જો કે OPS અંગે સરકારનો અભિપ્રાય માત્ર નાણામંત્રી દિયા કુમારી જ સ્પષ્ટ કરશે. તેઓ આજે વિધાનસભામાં જવાબ આપી શકે છે. ભાજપ એનપીએસના પક્ષમાં છે. 25 ઉમેદવારોની યાદીમાં એનપીએસનો ઉલ્લેખ છે પણ OPSનો નથી. 

રાજસ્થાનમાં ચર્ચામાં રહ્યો હતો આ મુદ્દો 

ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન સરકારી કર્મચારીઓની જૂની પેન્શન સ્કીમને લાગુ રાખવાનો મુદ્દો સૌથી વધુ ગરમાયો હતો. અગાઉની ગેહલોત સરકારે નવી પેન્શન યોજનાને બદલે જૂની પેન્શન યોજના લાગુ કરી હતી, પરંતુ ભજનલાલ શર્મા સરકારે નવા નિયુક્ત કર્મચારીઓ માટે OPSને બદલે ફરીથી NPS લાગુ કરવાનો આદેશ જારી કર્યો છે.

રાજસ્થાનમાં ભાજપ સરકારે કોંગ્રેસની વધુ એક યોજના પલટી, 'જૂની' નહીં ફરી 'નવી' પેન્શન સ્કીમ લાગુ 2 - image


Google NewsGoogle News