VIDEO : દિલ્હીમાં OPS મુદ્દે જોરદાર વિરોધ, પ્રદર્શનકારીઓની સરકારને ચેતવણી, રાકેશ ટિકૈત પણ આવ્યા રામલીલા મેદાનમાં

પ્રદર્શનકારીની સરકારને ચેતવણી, ચૂંટણી દરમિયાન ચલાવાશે ‘વોટ ફૉર ઓપીએસ’ જેવું અભિયાન

ભારતીય કિસાન યૂનિયન નેતા રાકેશ ટિકૈતે આ વિરોધને સમર્થન આપી રામલીલા મેદાન પહોંચ્યા

Updated: Oct 1st, 2023


Google NewsGoogle News
VIDEO : દિલ્હીમાં OPS મુદ્દે જોરદાર વિરોધ, પ્રદર્શનકારીઓની સરકારને ચેતવણી, રાકેશ ટિકૈત પણ આવ્યા રામલીલા મેદાનમાં 1 - image

નવી દિલ્હી, તા.01 ઓક્ટોબર-2023, રવિવાર

જુની પેન્શન યોજના (Old Pension Scheme)ની માંગનો વિવાદ ફરી ઉઠ્યો છે... નવી દિલ્હીમાં રામલીલા મેદાન (Delhi Ramlila Ground)માં દેશભરમાંથી આવેલા લોકોએ આજે જોરદાર પ્રદર્શન કર્યું... નેશનલ મૂવમેન્ટ ફૉર ઓલ્ડ પેન્શન સ્કીલ (NMOPS) દ્વારા આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું હતું. આ વિરોધ પ્રદર્શનમાં વિવિધ રાજ્યો, કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો, જાહેર ક્ષેત્રના કર્મચારીઓ જોડાયા હતા. ખાસ બાબત એ છે કે, ભારતીય કિસાન યૂનિયન નેતા રાકેશ ટિકૈતે (Rakesh Tikait) આ વિરોધ પ્રદર્શનને સમર્થન આપી રામલીલા મેદાન પહોંચ્યા હતા... દેશભરમાંથી આવેલા કર્મચારીઓ પોતાની માંગના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા...

ઘણા રાજ્યોએ OPS લાગુ કરવાનો નિર્ણય કર્યો

પ્રદર્શન કરનારા કર્મચારીઓનો તર્ક છે કે, દેશના ઘણા રાજ્યો જેમ કે હિમાચલ પ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, પંજાબમાં જૂની પેન્શન યોજના લાગુ થઈ શકે છે, તો તેને દેશમાં લાગુ કરવામાં શું સમસ્યા છે...

OPS મુદ્દે કોંગ્રેસને થઈ શકે છે ફાયદો

પ્રદર્શનકારીઓ તરફથી સરકારને ચેતવણી અપાઈ છે કે, ચૂંટણી દરમિયાન પણ ‘વોટ ફૉર ઓપીએસ’ જેવું અભિયાન ચલાવાશે. ઉલ્લેખનિય છે કે, આગામી કેટલાક મહિનાઓમાં કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, ઉપરાંત આવતા વર્ષે લોકસભા ચૂંટણી પણ યોજાવાની છે, ત્યારે કોંગ્રેસ (Congress) જેવી વિરોધી પાર્ટીઓએ હિમાચલ પ્રદેશ અને કર્ણાટક જેવા રાજ્યોમાં જુની પેન્શન યોજના લાગુ કરવાનું વચન આપ્યું છે, જેનો તેને ચૂંટણીમાં ફાયદો મળી શકે છે.


Google NewsGoogle News