Get The App

નવા વર્ષે રાહતના સમાચાર, કોમર્શિયલ LPG ગેસના ભાવમાં 10 દિવસમાં બીજી વખત ઘટાડો

અગાઉ 39.50 રૂપિયાનો ઘટાડો થયો હતો

આ વખતે એકથી દોઢ રૂપિયાનો ઘટાડો કરાયો

Updated: Jan 1st, 2024


Google NewsGoogle News
નવા વર્ષે રાહતના સમાચાર, કોમર્શિયલ LPG ગેસના ભાવમાં 10 દિવસમાં બીજી વખત ઘટાડો 1 - image


LPG Price News | સરકારી ઓઈલ-ગેસ કંપનીઓએ નવા વર્ષના પ્રથમ દિવસે નાની પણ સારી ભેટ આપી હતી. એલપીજી સિલિન્ડરના ભાવમાં ફરી ઘટાડો કરાયો છે. એટલે કે છેલ્લાં 10 દિવસોના ગાળામાં આ બીજી વખત છે જ્યારે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. 

કયા સિલિન્ડરના ભાવમાં ઘટાડો? 

ઈન્ડિયન ઓઈલ (IOC), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) એ 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. જોકે આ ભાવ ઘટાડો એકદમ સામાન્ય છે. જુદા જુદા શહેરોમાં 19 કિલોવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં હવે એકથી દોઢ રૂપિયાનો ઘટાડો કરાયો છે. જોકે 14 કિલોવાળા ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. 

અગાઉ પણ ભાવ ઘટ્યાં હતાં 

એલપીજી સિલિન્ડરના ભાવમાં 1 જાન્યુઆરી પહેલા પણ ઘટાડો કરાયો હતો. 22 ડિસેમ્બરે દિલ્હીથી લઈને પટણા સુધી એલપીજી સિલિન્ડરના ભાવમાં 39.50 રૂપિયાનો ઘટાડો થયો હતો.  તે વખતે પણ ઘટાડો ફક્ત 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં કરાયો હતો. 

નવા વર્ષે રાહતના સમાચાર, કોમર્શિયલ LPG ગેસના ભાવમાં 10 દિવસમાં બીજી વખત ઘટાડો 2 - image


Google NewsGoogle News