OIC એ ફરી એકવાર કાશ્મીરનો રાગ આલાપ્યો, પાકિસ્તાન ગદગદીત! ભારતના નિવેદનો ફગાવ્યાં
OIC Statements On Kashmir Issue: ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોર્પોરેશને ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. આ સંગઠને હાલમાં યોજાયેલી બેઠકમાં ભારત વિરૂદ્ધ આકરા પ્રહારો કરતાં કાશ્મીરમાં થઈ રહેલી વિધાનસભા ચૂંટણીને ખોટી ઠેરવી છે.
કાશ્મીર પર સંપર્ક સમૂહની રચના
ન્યૂયોર્કમાં આયોજિત OIC સભ્ય દેશોની મુલાકાત દરમિયાન બેઠકમાં કાશ્મીર મુદ્દે કથિત રૂપે એક સંપર્ક સમૂહની રચના કરવામાં આવી છે. પાકિસ્તાનના માર્ગે ચાલતી અને કામ કરતી OIC આ સંપર્ક સમૂહની મદદથી કાશ્મીરના લોકોના કાયદેસર સંઘર્ષ માટે સમર્થન આપવાની ખાતરી કરશે. દક્ષિણ એશિયામાં સ્થાયી શાંતિ અને સ્થિરતા અને કાશ્મીરના લોકોની અપેક્ષા મુજબ કાશ્મીર વિવાદનો ઉકેલ લાવવા અપીલ કરી છે.
આ પણ વાંચોઃ અમેરિકાની ચૂંટણીમાં ભારતીયો 'ગેમચેન્જર' ની ભૂમિકામાં? ટ્રમ્પ-હેરિસમાંથી કોને વધુ સમર્થન?
શું છે OIC?
OIC એ ઈસ્લામિક દેશોનો સમૂહ છે. આ સંગઠનમાં કુલ 57 દેશ સામેલ છે. 1969માં મોરક્કોના રબાતમાં OICની સ્થાપના કરવામાં આવી હતી. જેની હેડ ઓફિસ સઉદી અરબના જેદાહમાં છે. ઉલ્લેખનીય છે, મુસ્લિમની સંખ્યાના આધારે વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ ભારત તેનો સભ્ય નથી. ભારતે અવારનવાર OICના કાશ્મીર મુદ્દેના નિવેદનોને ફગાવ્યા છે. OIC પાકિસ્તાનની તરફેણમાં નિવેદનો આપે છે.