ઓડિશામાં કોણ બનશે ભાજપના પ્રથમ મુખ્યમંત્રી? આ નેતાઓના નામની ચર્ચા સૌથી વધુ

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
ઓડિશામાં કોણ બનશે ભાજપના પ્રથમ મુખ્યમંત્રી? આ નેતાઓના નામની ચર્ચા સૌથી વધુ 1 - image


Odisha : લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપને ભલે બહુમતી મળી ન હતો પણ પાર્ટીએ ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં બીજુ જનતા દળને હરાવીને નવીન પટનાયકના 24 વર્ષ જૂના કિલ્લાને ધ્વસ્ત કરી નાખ્યો છે. નવીન પટનાયકે બુધવારે રાજ્યપાલ રઘુબર દાસને પોતાનું રાજીનામું સોંપી દીધુ હતું. આ પછી રાજ્યના આગામી મુખ્યમંત્રીને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે. રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ હશે તે અંગેની અટકળો વચ્ચે, રાજ્ય ભાજપના અધ્યક્ષ મનમોહન સામલે બુધવારે જણાવ્યું હતું કે પક્ષનું સંસદીય બોર્ડ એક-બે દિવસમાં આ અંગે નિર્ણય લેશે.

માપદંડોના આધારે સીએમની પસંદગી કરવામાં આવશે

આ ઉપરાંત પત્રકારો સાથે વાત કરતા, રાજ્ય ભાજપના અધ્યક્ષે એમ પણ કહ્યું હતું કે 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રહ્મપુરમાં એક ચૂંટણી રેલી દરમિયાન કહ્યું હતું કે ભાજપના નવા મુખ્યમંત્રી 10 જૂને શપથ લેશે. વડાપ્રધાન દ્વારા નિર્ધારિત માપદંડોના આધારે મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે. એક ઓડિયા વ્યક્તિ જે રાજ્યની સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખશે તે ઓડિશાના આગામી મુખ્યમંત્રી હશે.'

મુખ્યમંત્રી પદ માટે કયા નામોની ચર્ચા

ઓડિશામાં રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને ભારે ઉત્તેજના છે. જે નામોની ચર્ચા થઈ રહી છે તેમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બૈજયંત પાંડા, ભુવનેશ્વરના સાંસદ અપરાજિતા સારંગી અને બાલાસોરના સાંસદ પ્રતાપ સારંગીનો સમાવેશ થાય છે.

ભાજપે 174માંથી 74 બેઠકો પર વિજય મેળવ્યો

વિધાનસભા ચૂંટણીમાં 147 બેઠકોમાંથી 74 બેઠકો જીતીને, ભારતીય જનતા પાર્ટીએ નવીન પટનાયકની આગેવાની હેઠળની બીજેડી સરકારને જોરદાર પરાજય આપ્યો હતો, જે રાજ્યમાં 24 વર્ષથી શાસન કરી રહી હતી. ચૂંટણીમાં પટનાયકના બીજુ જનતા દળ (BJP)ને 51 બેઠકો મળી, જે બહુમતીના 74ના આંકડાથી ઘણી પાછળ હતી.


Google NewsGoogle News