અંતિમ સંસ્કારથી પાછી આવતી ભજન મંડળીને નડ્યો ગોઝારો અકસ્માત, 7નાં મોતથી સન્નાટો પ્રસર્યો
AI Image |
Odisha Bhajan Mandli Accident news | ઓડિશાના સુંદરગઢ જિલ્લામાં શનિવારે સવારે ધુમ્મસના કારણે ટ્રેલર સાથે ભયંકર ટક્કરમાં ભજન મંડળીના ઓછામાં ઓછા સાત સભ્યોના મોતથી ગામમાં સન્નાટો છવાઈ ગયો છે. આ અકસ્માતમાં અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સુંદરગઢ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, ભજન મંડળીના ગાયકો શનિવારે સવારે અંતિમ સંસ્કારમાં ભાગ લઈને પોતપોતાના ગામ પરત ફરી રહ્યા હતા ત્યારે ડ્રાઈવરે પાછળથી ઉભેલા ટ્રેલરને ટક્કર મારી દીધી, જેના કારણે છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે એક અન્ય વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
કેવી રીતે સર્જાયો ગમખ્વાર અકસ્માત?
આ પહેલા સુંદરગઢના કંદધુડા અને સમરપિંડા ગામની ભજન મંડળી છત્તીસગઢના ચકબહાલમાં શ્રાદ્ધ વિધિ માટે ગઈ હતી અને બધા મારુતિ વાનમાં પરત ફરી રહ્યા હતા. ઘટના અંગે માહિતી આપતા દક્ષિણ પશ્ચિમ રેન્જના DIG બ્રિજેશ રાયે જણાવ્યું હતું કે, "આ અકસ્માત રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ થયો હતો. ભજન મંડળીના સભ્યો એક મારુતિ વાનમાં ઘરે પાછા આવી રહ્યા હતા. તે સમયે એક ઊભા ટ્રેલરમાં જ કાર ભટકાઈ હતી. આ ટક્કર એટલી ભયંકર હતી કે ડ્રાઈવર સહિત સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા.