ઓડિશામાં પહેલીવાર ભાજપ સરકાર, CM મોહન ચરણ માઝી અને બે Dy. CMએ લીધા શપથ

Updated: Jun 12th, 2024


Google NewsGoogle News
ઓડિશામાં પહેલીવાર ભાજપ સરકાર, CM મોહન ચરણ માઝી અને બે Dy. CMએ લીધા શપથ 1 - image


Mohan Charan Majhi Oath Ceremony : ઓડિશામાં ભાજપની પહેલીવાર સરકાર બન્યા બાદ મોહમ માઝીએ રાજ્યના નવા મુખ્યમંત્રી બની ગયા છે. આજે મોહમ માઝીની સાથે બે નાયબ મુખ્યમંત્રી કે.વી. સિંહ દેવ (KV Singh Deo) અને  પ્રવતિ પરિદા (Pravati Parida)એ પણ શપથગ્રહણ કર્યા છે. ભાજપે ઓડિશામાં પહેલીવાર પોતાના દમ પર બહુમતી મેળવી છે.

25 વર્ષથી શાસન કરી રહેલી બેજેડીની વિદાય

ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની 147 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટી (BJP)એ 78 બેઠકો, બીજુ જનતા દળ (BJD) 51, કોંગ્રેસે 14, CPI(M) એક અને અપક્ષોએ ત્રણ બેઠકો જીતી છે. ભાજપની જીત બાદ રાજ્યમાં 25 વર્ષથી શાસન કરી રહેલા નવીન પટનાયકની પાર્ટી બેજેડીની વિદાય થઈ છે.

મોહન માઝીએ વડાપ્રધાનના આશીર્વાદ લીધા

ઓડિશાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ મોહન માઝીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આશીર્વાદ પણ લીધા હતા. માઝીના મંત્રીમંડળમાં 11 કેબિનેટ મંત્રી અને પાંચ રાજ્યમંત્રીએ પણ શપથગ્રહણ કર્યા છે. મુખ્યમંત્રી પદના દાવેદારોમાં સામેલ સુરેશ પૂજારી અને મુકેશ મહાલિંગાને માઝી કેબિનેટમાં સ્થાન અપાયું છે. આ ઉપરાંત નિત્યાનંદ ગોંડ, રબી નારાયણ નાઈક, કૃષ્ણ ચંદ્ર પાત્રા, પૃથ્વીરાજ હરિચંદન, બિભૂતિ ભૂષણ જેનાને કેબિનેટ મંત્રી પદ અપાયું છે. ગણેશ રામ સિંહ, સંપન સ્વેન, સૂર્યવંશી સૂરજ, પ્રદીપ બાલાસમંતા, ગોકુલાનંદ મલિકને રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો)નું પદ સોંપાયું છે.

માઝીની શિક્ષકથી મુખ્યમંત્રી પદ સુધીની સફર

ઓડિશાના ક્યોંઝર બેઠક પરના ચાર વખતના ધારાસભ્ય મોહન ચરણ માઝી રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે. માઝીએ વર્ષ 2000માં ક્યોંઝર બેઠક પર વિધાનસભા ચૂંટણી જીતી હતી. ત્યારબાદ વર્ષ 2004, 2019 અને 2024માં પણ આ બેઠક પર જીત મેળવી હતી. સરસ્વતી શિશુ મંદિરમાં શિક્ષણ રહેલા માઝીએ 1997માં રાજકીય સફરની શરૂઆત કરી હતી. તેઓ 1997થી 2000 સુધી સરપંચ બન્યા હતા. આરએસએસ સાથે સંકળાયેલા માઝી 2005માં ભાજપ ધારાસભ્ય દળના સચેતક મળ્યા હતા. તેમણે સંગઠનમાં રાજ્ય આદિવાસી મોરચાના સચિવ બનાવાયા હતા. માઝીએ 2024ની વિધાનસભા ચૂંટણીમાં બીજેડીની મીના માઝીને હરાવી ચોથી વખત જીત નોંધાવી હતી.


Google NewsGoogle News