Get The App

ઓડિશામાં ચાલુ ટ્રેનમાં થયું ફાયરિંગ, આરોપીઓ ફરાર, પોલીસે તપાસ શરૂ કરી

Updated: Nov 5th, 2024


Google NewsGoogle News
ઓડિશામાં ચાલુ ટ્રેનમાં થયું ફાયરિંગ, આરોપીઓ ફરાર, પોલીસે તપાસ શરૂ કરી 1 - image


Odisha Firing: ઓડિશાના આનંદ વિહાર ટર્મિનલથી પુરી જઈ રહેલી 12816 નંદનકાનન એક્સપ્રેસ પર ઓડિશામાં ફાયરિંગ કરવામાં આવી હતી. આજે સવારે 10 વાગ્યાની આસપાસ ઓડિશાના ચરમ્પા રેલ્વે સ્ટેશન પાસે ટ્રેન પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગોળીબાર ગાર્ડના વાન ડબ્બાને ટાર્ગેટ કરીને કરવામાં આવ્યો હતો. જોકે, ઘટનામાં કોઈ જાનહાનિની સૂચના મળી નથી. 

પોલીસે હાથ ધરી તપાસ

નંદકાનન એક્સપ્રેસ પર ફાયરિંગના કારણે ગાર્ડ ડબ્બાની બારીમાં છેદ થઈ ગયા હતાં. ડબ્બામાં કોઈપણ યાત્રીની બેસવાની જગ્યા ન હતી, તેથી ઘટનામાં કોઈ ઘાયલ નથી થયું. ટ્રેન મેનેજરની ફરિયાદ મળ્યા બાદ ભદ્રક જીઆરપીએ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ દેશમાં બસ દુર્ઘટનાઓ વધી : એક વર્ષમાં 10 હજાર લોકોના મોત, મંત્રાલયે કહ્યું, ‘ડ્રાઈવરો કરે છે આ ભૂલ’

સીસીટીવી તપાસી રહી છે પોલીસ

રેલ્વે સુરક્ષા બળ (RPF) અને રાજકીય રેલ્વે પોલીસ (GRP) આ મામલે તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ, GRP એ આ મામલે એફઆઈઆર નોંધી છે. હાલ તપાસમાં આજુબાજુના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યાં છે. અધિકારી હજુ પણ તપાસ કરી રહ્યાં છે કે, શું ઘટનામાં વાસ્તવિક ગોળીબાર થયો હતો કે કેમ?

આ પણ વાંચોઃ આબોહવા પરિવર્તનઃ ગ્લેશિયર પીગળવાની ગતિ 40 ટકા વધી, આ પાંચ રાજ્યો માટે જોખમ વધ્યું

પ્રાથમિક દ્રષ્ટિએ આ ગોળીબારની ઘટના લાગી રહી છે, પરંતુ અધિકારીઓને શંકા છે કે, ટ્રેન પર પથ્થરમારાનો મામલો પણ હોય શકે છે. એફઆઈઆર નોંધ્યા બાદ ટ્રેનને ઘટનાસ્થળથી રવાના કરી દેવામાં આવી હતી. 


Google NewsGoogle News