'મતદાન કરવાનો તમારી પાસે છેલ્લો મોકો', મલ્લિકાર્જુન ખડગે આવું શા માટે બોલ્યા?
Congress President Mallikarjun Kharge : AICC ચેરમેન મલ્લિકાર્જુન ખડગે ઓડિસા પ્રવાસ પર છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે અહીં 'ઓડિસા બચાવો સમાવેશ'ને સંબોધિક કર્યા. આ દરમિયાન તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, 'આના પર તેમની પાસે મતદાન કરવાનો છેલ્લો મોકો છે. 2024 બાદ દેશમાં કોઈ ચૂંટણી નહીં યોજાય. ત્યારબાદ અહીં રશિયન રાષ્ટ્રપતિની જેમ ચૂંટણી થશે.'
ડબલ એન્જિનની સરકાર અનેક વખત ફેઈલ થઈઃ કોંગ્રેસ અધ્યક્ષ
ખડગેએ કહ્યું કે, 'નરેન્દ્ર મોદી સાથે મિત્રતાથી નવીન પટનાયકને શું મળ્યું? ડબલ એન્જિનની સરકાર અનેક વખત ફેઈલ થઈ જાય છે. જ્યારે ડબલ એન્જિન બરોબર કામ નથી કરતું તો પહેલું એન્જિનય નિષ્ફળ રહે છે. રાહુલ ગાંધી દેશને એકજૂટ કરવા માંગે છે. 'મહોબ્બતની દુકાન' ખોલી છે પરંતુ ભાજપ અને આરએસએસે નફરતની દુકાન ખોલી દીધી છે. જેના કારણે તમારે અલર્ટ રહેવાની જરૂર છે.'
મોદી સત્તામાં આવ્યા તો તાનાશાહી થશે : કોંગ્રેસ અધ્યક્ષ
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, 'ભાજપ અને આરએસએસ ઝેર છે, તે આપણને આપણા અધિકારોથી વંચિત કરી રહ્યા છે. જો લોકસભા ચૂંટણી બાદ મોદી સત્તામાં આવશે તો તાનાશાહી થશે, કોઈ લોકશાહી નહીં હોય અને કોઈ ચૂંટણી નહીં થાય.' તો નીતીશ કુમારના NDAમાં સામેલ થવા પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, 'એક વ્યક્તિના અલગ થવાથી મહાગઠબંધન નબળું નહીં થાય, આપણે ભાજપને હરાવીશું.'