Get The App

'નવીન પટનાયક સરકારે મારી હત્યાનું કાવતરું ઘડ્યું હતું', ઓડિશાના મુખ્યમંત્રી મોહન માઝીનો દાવો

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
Odisha CM Mohan Majhi


Odisha CM Mohan Majhi Big Allegation On BJD: ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ બીજુ જનતા દળ (બીજેડી) પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે, 'ઓડિશામાં અગાઉની બીજેડી સરકારે મારી હત્યાનું કાવતરું ઘડ્યું હતું.' જો કે (બીજેડી)ના વડા અને પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકે આ આરોપોને નકારી કાઢ્યા છે.

સીએમ મોહન માઝીએ BJD પર ગંભીર આરોપ લગાવ્યા

મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ સોમવારે (24મી જૂન) તેમણે કિયોંઝરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયક પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, 'મેં વિધાનસભામાં ઘણાં મુદ્દા ઉઠાવ્યા છે અને 2019થી 2024 વચ્ચેના છેલ્લા પાંચ વર્ષમાં સરકારને ભીંસમાં લીધી છે. જેનો બદલો લેવા માટે અગાઉની સરકારે મને મારવાની યોજના બનાવી હતી. તેઓએ મંડુઆ, કિયોંઝરમાં બોમ્બ બ્લાસ્ટ કરીને મારી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હું બચી ગયો હતો. લોકોની દયા અને ભગવાને મને બચાવ્યો.'

નવીન પટનાયક પર ગંભીર આરોપ લગાવતા મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ કહ્યું હતું કે, 'ભગવાન જગન્નાથ મારી સાથે છે અને મારા પર લોકોના આશીર્વાદ છે, તો પછી મારે શા માટે રહેવું ડરવું જોઈએ. નવીન પટનાયકના નેતૃત્વવાળી બીજેડી સરકારની ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડવા માટે લોકોએ મને વિધાનસભામાં ચૂંટ્યો છે. જ્યાં સુધી ભગવાનના આશીર્વાદ છે ત્યાં સુધી અમે લોકો માટે કામ કરતા રહીશું.

બીજેડીએ મુખ્યમંત્રીના નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું 

બીજેડીએ મુખ્યમંત્રી મોહન ચરણ માઝીના નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. બીજેડી નેતા પ્રતાપ દેબે કહ્યું, 'મુખ્યમંત્રીએ જાણવું જોઈએ કે તેઓ હવે વિપક્ષમાં નથી. હવે તેઓ ઓડિશાના મુખ્યમંત્રી છે. કોઈપણ નિવેદન આપતા પહેલા તેમણે વિચારવું જોઈએ. આ પ્રકારનું નિવેદન આપવું તે સ્વીકાર્ય નથી.'

'નવીન પટનાયક સરકારે મારી હત્યાનું કાવતરું ઘડ્યું હતું', ઓડિશાના મુખ્યમંત્રી મોહન માઝીનો દાવો 2 - image


Google NewsGoogle News