દિલ્હી ચૂંટણી પરિણામો પર નૂપુર શર્માનું સૂચક નિવેદન, કહ્યું- 'તમે સૌને બેવકૂફ ન બનાવી શકો'
Delhi Election Results 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામો જાહેર થઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતિ સાથે કેન્દ્ર શાસિત પ્રદેશમાં સરકાર બનાવતી જોવા મળી રહી છે. તેના પર પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માની પ્રતિક્રિયા પણ સામે આવી છે. પેગમ્બર મોહમ્મદ પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ શર્માને ભાજપે પાર્ટીમાંથી તગેડી મૂક્યા હતા.
'આપ થોડા સમય માટે લોકોને બેવકૂફ બનાવી શકે'
મતદાન કર્યા પછી શર્માએ પોતાની શાહીવાળી આંગળીનો ફોટો શેર કર્યો. આ સાથે સોશિયલ મીડિયા X પર શનિવારે કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, ' આપ થોડા સમય માટે લોકોને બેવકૂફ બનાવી શકે છે અને કેટલાક લોકોને દરેક સમયે બનાવી શકે છે, પરંતુ તમને બધાને દરેક સમયે મૂર્ખ ન બનાવી શકે.'
ભાજપે બહુમતનો આંકડો પાર કરી દીધો
ECI એટલે કે, ભારતીય ચૂંટણી પંચના તાજેતરના આંકડા પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધીમાં 39 બેઠકો પર જીત મેળવી ચૂકી છે અને હજુ કેટલીક બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. તો આ બાજુ આમ આદમી પાર્ટી 17 બેઠકો પર જીત મેળવી ચૂકી છે. અને કેટલીક બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. પરંતુ તેમા ખાસ વાત એ છે કે, આ ચૂંટણીમાં કોંગ્રેસ પોતાનું ખાતું ન ખોલાવી શકી. ભારતીય ચૂંટણી પંચના તાજેતરના આંકડા પ્રમાણે કુલ 56 બેઠકો પરના પરિણામ આવી ગયા છે.
આપના મોટા ચહેરાઓની કારમી હાર
દિલ્હી ચૂંટણીમાં આપના કેટલાક મોટા ચહેરાઓએ હારનો સામનો કરવો પડ્યો છે. જેથી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જંગપુરાથી, પૂર્વ કેબિનેટ મંત્રી રહેલા સૌરભ ભારદ્વાજને ગ્રેટર કૈલાસથી અને શકૂર બસ્તીથી પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને હારનો સામનો કરવો પડ્યો છે.