Get The App

ભાજપની પૂર્વ નેતાએ જાહેર મંચ પર બહરાઈચ હિંસા અંગે જુઠ્ઠાણું ફેલાવ્યું, વિવાદ થતાં માફી માગી

Updated: Oct 21st, 2024


Google NewsGoogle News
ભાજપની પૂર્વ નેતાએ જાહેર મંચ પર બહરાઈચ હિંસા અંગે જુઠ્ઠાણું ફેલાવ્યું, વિવાદ થતાં માફી માગી 1 - image


Image Source: Twitter

Nupur sharma on bahraich violence: બહરાઈચ હિંસાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે જ્યાં બુલડોઝર એક્શન પર રોકની માંગને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર આજે સુનાવણી થશે. અલ્હાબાદ હાઇકોર્ટે બુલડોઝર એક્શન પર 15 દિવસ સુધીની રોક લગાવી છે. આ વચ્ચે હવે બહરાઈચ કાંડને લઈને ભાજપના પૂર્વ નેતા નૂપુર શર્મા ફરી એક વખત પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે. જોકે પોતાના વિવાદાસ્પદ નિવેદન બાદ તેમણે તે અંગે માફી પણ માગી લીધી છે. 

બહરાઈચ કાંડ પર યોગીના એક્શનનું સમર્થન

નૂપુર શર્માએ બહરાઈચ  હત્યાકાંડમાં યોગી સરકારની કાર્યવાહીનું સમર્થન કર્યું છે. બુલંદશહેરમાં બ્રાહ્મણ સમુદાયના એક સંમેલનને સંબોધિત કરતા તેમણે સવાલ પૂછ્યો કે, 'શું આપણા દેશનો કાયદો એક ધ્વજ ઉખેડી નાખવા બદલ માટે કોઈની ક્રૂર હત્યાની મંજૂરી આપે છે?' તેમણે આગળ કહ્યું કે, 'હમ બટેંગે તો કટેંગે તેથી દેશ, સનાતન અને સમાજ માટે વિચારો. આપણે એવા મચ્છર કે રોગ નથી જેને કચડી નાખવાની જરૂર છે.'


પયગંબર વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો આપીને ચર્ચામાં આવેલી નૂપુર શર્માએ બહરાઈચ હિંસામાં મૃત્યુ પામેલા રામ ગોપાલ મિશ્રા વિશે મંચ પરથી કહ્યું કે, બહરાઈચમાં ગોપાલ મિશ્રાજીની જે રીતે હત્યા કરવામાં આવી તે જોઈને મને ખૂબ જ દુઃખ થયું છે. કદાચ હું તેને તમારા કરતાં વધુ ઊંડાણથી સમજી શકું છું કારણ કે, હું અઢી વર્ષથી તેની સાથે સંઘર્ષ કરી રહી છું. માત્ર હું જ નહીં પરંતુ મારો પરિવાર પણ. આ મંચ પર અને કદાચ તમારા બધા વચ્ચે એવા ઘણા વરિષ્ઠ લોકો છે જેમણે મને આશીર્વાદ આપ્યા અને પ્રાર્થના કરી જેથી આજે હું તમારી સામે જીવિત અને સુરક્ષિત ઉભી છું. પાંત્રીસ ગોળીઓ, નખ ઉખાડી નાખ્યા, પેટ ફાડી નાખ્યું, આંખો કાઢી નાખી, કેમ? હું ફરી પૂછીશ કે શું આપણા દેશનો કાયદો કોઈની ઘાતકી હત્યાની મંજૂરી આપે છે? આ ખૂબ જ સામાન્ય બાબત બની ગઈ છે.

આપણે મચ્છર કે બીમારી નથી.....

નુપુરે આગળ કહ્યું કે, 'તમારે તમારાથી આગળ વિચારવું પડશે. પહેલા દેશ વિશે વિચારો. સનાતન સમાજ વિશે વિચારો, અને બીજુ કે, હાલમાં ઘણા લોકો શેરીઓમાં કહી રહ્યા છે કે અમે સનાતનને જોઈ લઈશું. આપણે અલગ થઈશું તો માર્યા જઈશું. આપણે મચ્છર નથી કે નથી કોઈ બીમારી નથી કે તેને કચડી નાખવામાં આવશે. અને ત્રીજું કે સમાજમાં એકબીજા માટે વિચારો. જે તમારી સાથે બેઠા છે, આડોસ-પાડોસમાં બેઠા છે, તેમના માટે ક્યારેક શાંતિથી઼ વિચારો કે, હું આ ભાઈ-બહેન માટે શું કરી શકું.'

આ પણ વાંચો: બહરાઈચ હિંસા: 'ત્રણ દિવસમાં દબાણ હટાવો, નહીંતર બુલડોઝર ચાલશે', 23 આરોપીઓના ઘરે નોટિસ


હું મારા શબ્દો પાછા લઉં છું

હવે નૂપુર શર્મના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર  વાયરલ થતાની સાથે જ ભાજપના પૂર્વ નેતાએ માફી પણ માગી લીધી છે. નૂપુર શર્માએ X પર પોસ્ટ કરીને લખ્યું કે, 'મેં સ્વર્ગસ્થ રામ ગોપાલ મિશ્રાજી વિશે મીડિયામાં જે સાંભળ્યું હતું તે જ  પુનરાવર્તન કર્યું. મને પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટતાની જાણ નહોતી. હું મારા શબ્દો પાછા લઉં છું અને માફી માગુ છું.'


Google NewsGoogle News