નૂહ હિંસાનો આરોપી બિટ્ટુ બજરંગી પણ ચૂંટણી લડશે, જાણો કઇ બેઠક પરથી ફોર્મ ભરવાની તૈયારી
Image: Facebook
Bittu Bajrangi: નૂહ હિંસાનો આરોપી રાજકુમાર પાંચાલ ઉર્ફે બિટ્ટુ બજરંગીએ પણ હરિયાણા વિધાનસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. તે ફરીદાબાદ એનઆઈટી વિસ્તારથી મેદાનમાં ઉતરવા જઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે તે અપક્ષ ઉમેદવાર તરીકે વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યો છે. વર્ષ 2023માં નૂહમાં બ્રિજ મંડળ યાત્રા દરમિયાન હિંસા ભડકી ગઈ હતી.
બિટ્ટુએ અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. તેણે કહ્યું કે હું છેલ્લા અમુક મહિનાથી વિસ્તારમાં પ્રચાર કરી રહ્યો છું પરંતુ હવે ઉમેદવારી ફોર્મ દાખલ કરવા માટે તૈયાર છું, કેમ કે છેલ્લા અમુક વર્ષોમાં મારા સમર્થકોની સંખ્યામાં ખૂબ વધારો થયો છે. હું ઘરે-ઘરે જઈને પ્રચાર કરી રહ્યો છું. રાજ્યમાં મતદાનમાં અમુક અઠવાડિયાનો સમય જ બાકી છે.
બિટ્ટુ બજરંગી વિવાદોમાં ઘેરાયો
વર્ષ 2023માં નૂંહમાં થયેલી હિંસામાં બિટ્ટુ બજરંગી આરોપી છે. ગયા મહિને જ પોલીસે બિટ્ટુ વિરુદ્ધ એક કેસ નોંધ્યો હતો, જેમાં અમુક લોકો ઢોરને બળજબરીપૂર્વક તેમના માલિકથી છીનવીને લઈ જઈ રહ્યાં હતાં. તેના વિરુદ્ધ સોશિયલ મીડિયા પર નફરતી ભાષણ આપવાનો પણ આરોપ હતો. પોલીસે હથિયારોના લાયસન્સ રદ કરવા માટે બિટ્ટુને કારણ બતાઓ નોટિસ પણ જારી કરી હતી.
સીએમ ઘરે પહોંચ્યા હતાં
જાન્યુઆરીમાં બિટ્ટુના નાના ભાઈ મહેશનું મોત થઈ ગયું હતું. તે બાદ તત્કાલીન મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર આશ્વાસન આપવા તેના ઘરે પહોંચ્યા હતાં. ત્યારે બિટ્ટુએ દાવો કર્યો હતો કે ધર્મ વિશેષના અમુક લોકોએ તેના ભાઈની હત્યા કરી છે. ભાજપ અને કોંગ્રેસ તરફથી પણ સતત ઉમેદવારોના નામની જાહેરાત ચાલુ છે. રવિવારે જ કોંગ્રેસે 9 નવા નામોની યાદી જારી કરી છે.