મોદી સરકારના ટોપ લેવલના અધિકારી જશે રશિયા, યુક્રેન સાથેનું યુદ્ધ અટકાવવાના કરશે પ્રયાસ

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
મોદી સરકારના ટોપ લેવલના અધિકારી જશે રશિયા, યુક્રેન સાથેનું યુદ્ધ અટકાવવાના કરશે પ્રયાસ 1 - image


NSA Ajit Doval on Russia-Ukraine War: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને શાંતિપૂર્ણ રીતે સમાપ્ત કરાવવાની આગેવાની કરી રહ્યાં છે. વડાપ્રધાને ઘણીવાર કહ્યું છે કે, ભારત તેનાથી બનતી તમામ જરૂરી પહેલ કરવા તૈયાર છે. વડાપ્રધાન મોદી જ નહીં રશિયા અને યુક્રેન પણ આ વાતને સમર્થન આપે છે કે, ભારત આ યુદ્ધને રાજદ્વારી રીતે સમાપ્ત કરાવી શકે છે. યુક્રેના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પણ થોડા સમય પહેલાં આ વાતનું પુનરાવર્તન કર્યું હતું. PM મોદીએ અલગ-અલગ સમયે રશિયા અને યુક્રેનની મુલાકાત લીધી હતી. હવે માહિતી મળી રહી છે કે, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ રશિયા યુદ્ધના શાંતિુપૂર્ણ સમાધાન માટે મોસ્કો જશે.

વડાપ્રધાન મોદીની પુતિનને સલાહ

NSA અજીત ડોભાલે યાત્રા વિશે વાત કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને દેશોની મુલાકાત કરીને શાંતિના પ્રયત્નોમાં આગળ વધી રહ્યાં છે. જુલાઈમાં વડાપ્રધાન મોદીએ પોતાની રશિયા મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ વ્હાલિદિમીર પુતિનને કહ્યું હતું કે, 'આ યુદ્ધનું યુગ નથી.' હાલમાં જ કીવની મુલાકાત દરમિયાન PM મોદીએ યુક્રેનનાં રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની મુલાકાત પણ કરી, જેમાં તેઓએ શાંતિ માટે ભારતની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી હતી. 

આ પણ વાંચોઃ ભાજપને જોરદાર ઝટકો, 'જો રામ કો લાએ હૈ, હમ ઉનકો..' ગીત ગાનારા સિંગર કોંગ્રેસમાં જોડાશે

વડાપ્રધાન મોદીએ 27 ઓગસ્ટે રાષ્ટ્રપતિ પુતિન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને નેતાઓએ આ વાતચીત દરમિયાન ચર્ચા કરી હતી કે, ભારત યુક્રેનમાં સ્થાયી શાંતિના વિચાર પર ચર્ચા કરવા પોતાના NSA ને મોસ્કો મોકલશે.

મેલોનીએ પણ આપ્યું સમર્થન

નોંધનીય છે કે, રાષ્ટ્રપિત પુતિને હાલમાં જ કહ્યું હતું કે, તે અમે શાંતિની વિરૂદ્ધ નથી. તેઓ સંઘર્ષ સમાપ્ત કરવા માટે બ્રાઝિલ, ચીન અને ભારતને સંભવિત મધ્યસ્થીના રૂપે જુએ છે. ઈટાલીના વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પણ કહ્યું હતું કે, 'અમે ભારતને સંભવિત વાર્તાકારના રૂપે સમર્થન આપીએ છીએ.'

આ પણ વાંચોઃ ચૂંટણી પહેલાં જ ભાજપ 'કોંગ્રેસમુક્ત'ની જગ્યાએ 'કોંગ્રેસયુક્ત', જાણો કેટલા પરિવારવાદીઓને ટિકિટ મળી?

રશિયા અને યુક્રેનની યાત્રા બાદ વડાપ્રધાન મોદીએ યુક્રેનમાં શાંતિ પ્રયાસો પર ચર્ચા કરતાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે પણ ટેલિફોન પર વાતચીત કરી હતી. 


Google NewsGoogle News