BRICSની મહત્ત્વપૂર્ણ બેઠકમાં સામેલ નહીં થાય વિદેશમંત્રી અને NSA, પહલગામ હુમલાના કારણે પ્રવાસ ટાળ્યો
Brazil BRICS Summit 2025 : બ્રાઝિલમાં 30 એપ્રિલે યોજાનાર બ્રિક્સ સંમેલનમાં ભારત તરફથી વિદેશ મંત્રી એસ.જયશંકર (S.Jaishankar) અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ (Ajit Doval) સામેલ થવાના હતા, જોકે હવે બંને પ્રવાસ ટાળી દેવાયા છે, તેથી પહલગામમાં થયેલા હુમલાને લઈને જયશંકર અને ડોભાલ બ્રિક્સ સંમલેનમાં ભાગ લેશે. નહીં. હવે બ્રિક્સ વિદેશ મંત્રીઓ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠકમાં ભારત તરફથી બ્રિક્સ શેરપા બેઠકનું પ્રતિનિધિત્વ કરશે.
આતંકી હુમલા બાદ જયશંકર-ડોભાલને બ્રિક્સમાં ન મોકલવાનો નિર્ણય
22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામ સ્થિત બૈસરન ખીણમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા 26 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 2019ના પુલવામા વિસ્ફોટ પછી તેને પ્રદેશના સૌથી ઘાતક આતંકવાદી હુમલાઓમાંના એક તરીકે જોવામાં આવ્યું હતું. ભારતે આ હુમલામાં સામેલ આતંકવાદીઓ, કાવતરાખોરો અને તેમના આકાઓને ઝડપી પાડવા માટે તમામ પ્રયાસો શરૂ કરી દીધા છે. બીજીતરફ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે, જેને ધ્યાને રાખીને ભારત સરકારે સુરક્ષાને ધ્યાને રાખીને બ્રિક્સ સ્મેલનમાં જયશંકર અને ડોભાલને ન મોકલવાનો નિર્ણય લીધો છે.
બ્રિક્સમાં કુલ 10 દેશો
બ્રિક્સ દેશોની વાત કરીએ તો તેમાં કુલ 10 દેશો સામેલ છે, જેમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઈરાન અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : ભારતીય નૌસેનાએ અરબ સાગરમાં અનેક એન્ટિ-શીપ મિસાઈલોનું કર્યું પરીક્ષણ, જુઓ VIDEO