NPS ધારકોને પેન્શન ઉપાડવાનો અધિકાર કેમ મળ્યો? તેના માટે કેવી રીતે કરી શકાય છે અરજી તે જાણો
પેન્શન ફંડ નિયામક અને વિકાસ પ્રાધિકરણ (PFRDA) એ નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) અંતર્ગત પેન્શન ઉપાડવાનો નિયમ રજુ કર્યો છે
આ નિયમ 1 ફેબ્રુઆરી 2024 થી લાગુ થશે
NPS latest update: દેશના પેન્શનધારકો માટે એક ખુશ ખબર છે. 1 ફેબ્રુઆરીથી નેશનલ પેન્શન સિસ્ટમના નિયમો બદલાશે. આ અંગે પેન્શન ફંડ નિયામક અને વિકાસ પ્રાધિકરણએ એક પરિપત્ર બહાર પડ્યો છે. જે અંતર્ગત હવે સેવા નિવૃત્ત સરકારી કર્મચારી પેન્શન ફંડમાંથી આંશિક રિફંડ કરી શકશે.
માત્ર 25 ટકા ભાગ જ ઉપાડી શકાશે
આ નવા નિયમ મુજબ પેન્શનધારક તેના પેન્શનમાંથી માત્ર 25 ટકા ભાગ જ ઉપાડી શકે છે. આ ઉપરાંત ઓથોરિટીએ આપેલી જાણકારી અનુસાર આ ઉપાડમાં પેન્શનધારકની ડિપોઝીટનો સમાવેશ થશે નહિ. આદેશ અનુસાર, ખાસ કારણોને ધ્યાનમાં લઈને જ પેન્શન ફંડમાંથી ઉપાડ કરી શકાય છે. ઉપાડ માટે ક્યાં કારણો વાજબી છે તે પણ જણાવવામાં આવ્યું છે.
આ કારણોને ધ્યાનમાં રાખીને ઉપાડની મંજુરી આપવામાં આવે છે
- તમે નવો વ્યવસાય શરુ કરવા માટે કે સ્ટાર્ટઅપ માટે ઉપાડ કરી શકો છો
- બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે પણ ઉપાડ કરી શકો છો, આમાં દતક લીધેલા બાળકનો પણ સમવેશ થાય છે
- સ્કિલ ડેવલપમેન્ટ ખર્ચ માટે પણ ઉપાડ કરી શકાય છે
- કોઈ જમીન, ઘર કે ફ્લેટ ખરીદવા માટે
- કેન્સર, કિડની રોગ,બાયપાસ, મલ્ટીપલ સ્ક્લેરોસિસ, અંગ ટ્રાન્સપ્લાન્ટ માટે પણ પેન્શન ઉપાડી શકાય છે
- વિકલાંગતા અથવા અન્ય કોઈપણ શારીરિક ક્ષતિઓને કારણે કોઈપણ તબીબી ખર્ચ માટે
- બાળકોના લગ્ન જેવા ખર્ચાઓ માટે પણ ઉપાડ કરી શકાય છે
પેન્શન ફંડમાંથી આ રીતે પૈસા ઉપાડી શકશે
- પેન્શન ફંડમાંથી માત્ર 25 ટકા રકમ જ ઉપાડી શક્ય છે
- તેના માટે પૈસા ઉપાડવાનું કારણ અને એફિડેવિટ રજુ કરવાનું રહે છે
- તેના માટે તમારે એફિડેવિટ પેન્શન ઓફિસમાં નોડલ ઓફિસરને સબમિટ કરાવવાનું રહેશે
- જો પેન્શનર બિમારી કે અન્ય કોઈ શારીરિક અક્ષમતાને કારણે પોતે ન આવી શકે તો પરિવારનો કોઈ સભ્ય આવીને આ દસ્તાવેજ જમા કરાવી શકે છે
- સંપૂર્ણ રકમ જમા કરાવતા પહેલા, વિભાગ તેની તપાસ કરવા માટે ખાતામાં કેટલાક પૈસા નાખશે અને પછી કન્ફર્મેશન બાદ, સંપૂર્ણ રકમ ટ્રાન્સફર કરવામાં આવશે.