Get The App

NPS ખાતા ધારકો માટે 2 ફેક્ટર વેરિફિકેશન ફરજિયાત થશે, જાણો ક્યારે લાગુ થશે નવા નિયમો

NPS એકાઉન્ટમાં લોગિન કરવા માટે હવે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન જરૂરી

નવા નિયમો આગામી 1 એપ્રિલ 2024 એટલે કે આવતા મહિનાથી લાગુ કરવામાં આવશે

Updated: Mar 20th, 2024


Google NewsGoogle News
NPS ખાતા ધારકો માટે 2 ફેક્ટર વેરિફિકેશન ફરજિયાત થશે, જાણો ક્યારે લાગુ થશે નવા નિયમો 1 - image
Image Envato 

NPS New Rule 2024: જો તમે 'નેશનલ પેન્શન સિસ્ટમ' (NPS)ના ખાતાધારક છો, તો આ સમાચાર તમારા માટે છે. પેન્શન ફંડ નિયામક ( PFRDA)એ નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)ની હાલની લોગિન પ્રક્રિયામાં કેટલાક ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. આ નવા નિયમો આગામી તા. 1 એપ્રિલ 2024 એટલે કે આવતા મહિનાથી લાગુ કરવામાં આવશે. 

સિક્યુરિટી ફીચર્સને વધારવામાં આવ્યા

પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ માહિતી આપી હતી કે તે તેમની સિક્યુરિટી ફીચર્સને વધારવા જઈ રહી છે. હવે NPS એકાઉન્ટમાં લોગિન કરવા માટે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશનની જરૂર પડશે. સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સી (CRS) સિસ્ટમમાં લૉગિન કરવા માટે દ્વિ-ફેક્ટર પ્રમાણીકરણ (Two-Factor Authentication)પ્રોસેસ પછી લૉગિન કરી શકાશે. પેન્શન ફંડ નિયામકે આ અંગે એક પરિપત્ર પણ જાહેર કર્યો છે.

આધાર બેઝ વેરિફિકેશન જરૂરી

PFRDAએ આ અંગે એક સર્કુલર જાહેર કરી માહિતી આપી હતી કે, હવે CRS સિસ્ટમમાં લોગિન કરવા માટે વધુ એક સિક્યુરિટી જોડવામાં આવી છે. આ નવો નિયમ આગામી 1 એપ્રિલ 2024થી લાગુ થશે. ત્યાર પછી NPS ખાતાધારકોને યુઝર આઈડી અને પાસવર્ડની સાથે- સાથે આધાર સાથે લિંક મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે. તેથી હવે પછી આ OTP દાખલ કર્યા બાદ જ યુઝર્સ તેમની CRA સિસ્ટમમાં લોગીન કરી શકશે. PFRDAએ તેના જારી કરેલા સર્કુલરમાં કહ્યું છે કે, આધાર આધારિત લોગિન ઓથેન્ટિકેશનથી CRAમાં લોગિન કરવું વધારે સુરક્ષિત રહેશે.

હાલમાં આ સિસ્ટમ ચાલી રહી છે 

વર્તમાન સમયમાં NPS ખાતા ધારકોને CRA સિસ્ટમમાં લૉગિન કરવા માટે માત્ર NPSનું આઈડી અને પાસવર્ડની જરૂર પડતી હતી. જેમા હવે નવુ આધાર બેઝ વેરિફિકેશન સિક્યોરિટી ફીચરને એડ કરવામાં આવ્યું છે. તેથી હવે યુઝર્સેને આઈડી પાસવર્ડ તેમજ આધાર બેઝ ઓથેન્ટિકેશન એટલે કે આધાર સાથે લિંક કરેલા મોબાઈલ નંબર પર OTP આવશે, તેને દાખલ કરવો પડશે.


Google NewsGoogle News