મણિપુરથી આવ્યા મોટા સમાચાર : NPPએ ભાજપ સરકાર પાસેથી સમર્થન પરત ખેંચ્યું
Manipur Violence : મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)એ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખીને સમર્થન પરત લેવાનું એલાન કરી દીધું છે. NPPએ કહ્યું છે કે, 'મુખ્યમંત્રી પરિસ્થિતિ સુધારવામાં નિષ્ફળ રહ્યા છે. એટલા માટે તાત્કાલિક અસરથી પોતાનું સમર્થન પરત લઈ રહ્યા છે.'
નેશનલ પીપલ્સ પાર્ટીએ મણિપુરમાં હાલની સ્થિતિને લઈને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખીને કહ્યું કે, 'તેઓ રાજ્યની હાલની સ્થિતિ કાયદો-વ્યવસ્થા પર પોતાની ચિંતા વ્યક્ત કરવા માગે છે. છેલ્લા કેટલાક દિવસોમાં અમે રાજ્યની સ્થિતિને વધુ ખરાબ થતા જોઈ છે, જેમાં અનેક નિર્દોષ લોકોના જીવ ગયા. રાજ્યમાં લોકો ખુબ પીડામાંથી પસાર થઈ રહ્યા છે.'
આ પણ વાંચો : 'મણિપુર ના એક હૈ, ના સેફ હૈ': રમખાણો મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનું PM મોદી પર નિશાન
વધુમાં કહ્યું કે, 'અમે દૃઢતાથી અનુભવ કરી રહ્યા છીએ કે મુખ્યમંત્રી બીરેનના નેતૃત્વ વાળી મણિપુર સરકાર રાજ્યમાં ઉત્પન્ન થયેલા સંકટનું સમાધાન કરવામાં અને સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવામાં નિષ્ફળ સાબિત થઈ છે. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખતા પીપલ્સ પાર્ટીએ નિર્ણય લીધો છે કે તેઓ મણિપુરમાં બીરેન સિંહના નેતૃત્વવાળી સરકારમાંથી તાત્કાલિક અસરથી પોતાનું સમર્થન પરત લઈ રહી છે.'
મણિપુર વિધાનસભામાં કોને કેટલી બેઠક હતી?
હવે સવાલ એ છે કે NPPના સમર્થન પરત લીધા બાદ શું મણિપુરમાં એન.બીરેન સિંહની સરકાર ખતરામાં આવી ગઈ છે? તો તેનો જવાબ છે કે નહીં. જો 2022માં થયેલી મણિપુર વિધાનસભા ચૂંટણીના પરિણામો પર નજર નાખીએ તો, ભાજપને 32, કોંગ્રેસને 5, જેડીયૂને 6, નાગા પીપુલ્સ ફ્રન્ડને 5 અને કોનરાડ સંગમાની નેશનલ પીપલ્સ પાર્ટીને 7 બેઠકો પર જીત મેળી હતી. આ સિવાય કુકી પીપલ્સ એલાયન્સે 2 અને 3 બેઠકો પર અપક્ષ ઉમેદવાર જીત્યા હતા.
મણિપુરની હાલની સ્થિતિ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે દિલ્હીમાં વરિષ્ઠ અધિકારીઓની સાથે બેઠક કરી. બેઠકમાં મણિપુરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી. ગઈકાલે ગૃહમંત્રી આ મુદ્દે વરિષ્ઠ અધિકારીઓની સાથે બેઠક કરશે. આજે જ મહારાષ્ટ્રમાં પોતાના રાજકીય કાર્યક્રમ રદ કરી ગૃહમંત્રી દિલ્હી પહોંચ્યા હતા. ગત કેટલાક દિવસોથી મણિપુરમાં સુરક્ષાને લઈને ચિંતાજનક સ્થિતિ બનેલી છે.