WhatsAppમાં આવી રહ્યું છે આ નવું ફીચર, ફોન નંબર કરી શકશો હાઈડ, આવી રીતે થશે બધું કામ
વોટ્સએપ દુનિયામાં સૌથી વધારે વપરાતી મેસેજિંગ એપમાંથી એક છે
વોટ્સએપના યુઝર્સ હવે થોડા સમય પછી આ નવા ફીચરનો ઉપયોગ કરી શકશે
Image Envato |
તા. 31 ડિસેમ્બર 2023, રવિવાર
વોટ્સએપ દુનિયામાં સૌથી વધારે વપરાતી મેસેજિંગ એપમાંથી એક છે. દરરોજ અબજો લોકો આ એપનો ઉપયોગ કરી રહ્યા છે. ભારત વોટ્સએપ માટે સૌથી મોટું બજાર માનવામાં આવે છે. આ મેસેજિંગ એપમાં કેટલીક સારી ખૂબીઓ છે, તો કેટલીક મર્યાદાઓ પણ રહેલી છે. વોટ્સએપમાં યૂઝર્સને એક વાતની પરેશાની હતી કે, તેમાં કોઈ અપરિચિત વ્યક્તિ સાથે ચેટ કરાવા માટે તમારો નંબર શેર કરવો પડતો હોય છે. પરંતુ માહિતી પ્રમાણે હવે આ પરેશાની થોડા સમયમાં દૂર થઈ જશે.
નવા ફીચર પર ચાલી રહ્યું છે કામ
એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે વોટ્સએપમાં અપરિચિત વ્યક્તિ સાથે ચેટ કરવા માટે આપવામાં આવતા નંબરની પરેશાની હવે થોડા સમયમાં દૂર કરી દેવામા આવશે. હાલમાં વોટ્સએપ દ્વારા તેના પર કામ ચાલી રહ્યું છે, જે પછી યુઝર્સ પોતાનો નંબર શેર કર્યા વગર ચેટ કરી શકે તેવી સુવિધા મળી રહેશે.
ફોન નંબરની જગ્યાએ દેખાશે યુઝરનેમ
રિપોર્ટ મુજબ, વોટ્સએપના યૂઝર્સ હવે થોડા સમય પછી આ નવા ફીચરનો ઉપયોગ કરી શકશે. આ ફીચરનો ઉપયોગ કરી યુઝર્સ તેના નંબરની જગ્યાએ કોઈ યુનિક યુઝરનેમ બનાવી શકશે. આ રીતે યૂઝર્સ તેની પ્રોફાઈલને પ્રસનલાઈઝ કરી તેના ફોન નંબરને છુપાવી શકશે. એટલે હવે લોકો ફોન નંબરની જગ્યાએ યુઝરનેમથી કનેક્ટ થઈ શકશે. એન્ડ્રોઈડ અને વેબના યુઝર્સને ખૂબ જ જલ્દી આ સુવિધા મળવાની છે.
યુઝરનેમની મદદથી અન્ય લોકોને પણ શોધી શકશે
આ સુવિધા આવ્યા બાદ યૂનિક યુઝરનેમની મદદથી બીજા અન્ય લોકોને પણ શોધી શકશે. તેના માટે તેને સર્ચબારમાં જઈ યુઝરનેમ સર્ચ કરવું પડશે.તેથી હવે વોટ્સએપ યુઝર્સ તેમનો નંબર છુપાવી પ્રાઈવસી જાળવી શકશે.