Get The App

હવે તમે તમારા ફોનથી જ ડાઉનલોડ કરી શકો છો ડિજિટલ Voter Id કાર્ડ, સરળ છે તેની પ્રોસેસ

ભારત સરકારની મોટાભાગની સર્વિસ હવે ઓનલાઈન ઉપલબ્ધ છે

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
હવે તમે તમારા ફોનથી જ ડાઉનલોડ કરી શકો છો ડિજિટલ Voter Id કાર્ડ, સરળ છે તેની પ્રોસેસ 1 - image
Image  voters.eci

તા. 1 નવેમ્બર 2023, બુધવાર

How to download voter ID card online:  મોબાઈલ નવા યુગની એવી ટેકનોલોજી છે કે જેને આખુ વિશ્વ ઉપયોગ કરે છે. આ સ્માર્ટફોન ઈન્ટરનેટ સાથે તમારા કેટલાય કામ કરે છે. ભારત સરકારની મોટાભાગની સર્વિસ હવે ઓનલાઈન ઉપલબ્ધ છે, જેમા ડિજીલોકર પણ સામેલ છે, ડિઝીલોકરમાં મહત્વપુર્ણ દસ્તાવેજ રાખવામાં આવે છે. 

ભારતીય ચૂંટણી પંચે ભારતના દરેક 18 વર્ષની ઉંમરના વ્યક્તિને મતદાન ઓળખકાર્ડ આપ્યું છે, જે નગરપાલિકા, રાજ્ય અને રાષ્ટ્રીય ચૂંટણીમા મતદાન માટે પ્રાથમિક ઓળખકાર્ડ તરીકે કામ કરે છે. હવે દેશમાં ચૂંટણી આવી રહી છે તો તમે ડિજિટલ વોટર આઈડી કાર્ડને તમારા સ્માર્ટફોનમાં સ્ટોર કરી શકો છો.

ઈ-વોટર આઈ-ડી કાર્ડ (e-EPIC) ડાઉનલોડ કરવાની સરળ રીત

  • રાષ્ટ્રીય મતદાતા સેવા પોર્ટલ પર જવાનું રહેશે
  • e-EPIC ડાઉનલોડ ઓપ્શન પર જઈ ક્લિક કરો 
  • જો હાલમાં ઉપયોગ કરી રહ્યા છો તો લોગિન કરો, નહી તો, મોબાઈલ નંબરની સાથે રજીસ્ટ્રેશન કરો 
  • હવે તમારો EPIC નંબર દાખલ કરો આગળ વધો.
  • તેમા વોટર આઈડી એપ્લિકેશન ફોર્મ નંબર દાખલ કરવાનો વિકલ્પ પણ છે
  • હવે સ્ક્રીન પર દેખાતી વિગતો તપાસી લો.
  • ત્યાર બાદ તમારા પર એક OTP આવશે, તે દાખલ કરો અને ડિજિટલ મતદાર  ID ડાઉનલોડ કરવા માટે ડાઉનલોડ e-EPIC પર ક્લિક કરો.
  • છેલ્લે ડિજિટલ વોટર ID મી પીડીએફ ફાઈલને ડાઉનલોડ કરી સેવ કરી દો. 

Google NewsGoogle News