હવે આ મુખ્યમંત્રીને ફરી જાનથી મારી નાંખવાની ધમકીથી હડકંપ, જેલમાં બંધ ગુનેગારનું નામ ખૂલ્યું

Updated: Jul 28th, 2024


Google NewsGoogle News
CM Bhajanlal Sharma


CM Bhajanlal Sharma Threat : રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માને જાનથી મારી નાખવાની ધમકી મળતાની સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, જેલમાં બંદ કેદીએ ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધમકીનો ફોન આવતાની સાથે પોલીસ દ્વારા જેલમાં તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે ચોંકાવનાર વાત એ છે મુખ્યમંત્રીને આ બીજી વખત ધમકી આપવામાં આવી હતી.

ધમકીનો જયપુરના પોલીસ સ્ટેશનના કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો

મુખ્યમંત્રી ભજનલાલ શર્મા ગઈ કાલે (27 જુલાઈ) અડધી રાત્રે ધમકીનો ફોન આવ્યો હતો. જેમાં આરોપી દ્વારા જયપુરના પોલીસ સ્ટેશનના કંટ્રોલ રૂમમાં ફોન કરીને ધમકી આપવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ દ્વારા ધમકી આપનારનો નંબર ટ્રેસ કરતાં ફોન દોસા જેલનો હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને તપાસ એન્જસીઓ દ્વારા વધુ તપાસ કરવા માટે દોસા જેલ ખાતે પહોંચીને સર્ચ અભિયાન ચલાવ્યું હતું. આ દરમિયાન જેલમાંથી અડધા ડઝન જેટલાં ફોન મળી આવતી પોલીસ અધિકારી ચોંકી ગયા હતા. 

ફોનથી ધમકી આપનાર આરોપી જેલમાંથી ઝડપાયો 

મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી મળ્યાં પછી સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન જેલમાંથી પકડવામાં આવેલા ફોનને પોલીસે જપ્ત કરી લીધા છે. તપાસમાં સામે આવ્યું હતું કે, જેલમાં બંધ એક કેદીએ મુખ્યમંત્રીને ધમકી આપી હતી. જયપુર પોલીસ કમિશનર બીર્જૂ જોર્જ જોસફ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. જેમાં તેમણે જણાવ્યુ હતું કે, 'જેલમાંથી દાર્જિલિંગનો રહેવાસી એક કેદીએ ધમકીભર્યો ફોન કર્યો.' પોલીસને આરોપીને કસ્ટડીમાં લઈને વધુ પૂછપરછ ધમકી આપવા પાછળનો મુખ્ય આરોપી કોણ છે તેની તપાસ હાથ ધરી છે.  

અગાઉ પણ મુખ્યમંત્રીને મળી હતી ધમકી 

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માને આ બીજી વખત ધમકી આપવામાં આવી છે. પહેલા પણ તેમને આ રીતે ધમકીભર્યો ફોન આવ્યો હતો. જેમાં ગત જાન્યુઆરીમાં જયપુર સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ મુખ્યમંત્રીને ફોન કરી ધમકી આપી હતી. ત્યાર પોલીસ દ્વારા આરોપીને કસ્ટડીમાં લઈને વધુ પૂછપરછ કરી હતી. જ્યારે આ વખતે પણ જેલમાંથી ધમકીનો ફોન આવવાની ઘટના બનતા પોલીસ તંત્ર દોડતું થયું હતું.

હવે આ મુખ્યમંત્રીને ફરી જાનથી મારી નાંખવાની ધમકીથી હડકંપ, જેલમાં બંધ ગુનેગારનું નામ ખૂલ્યું 2 - image


Google NewsGoogle News