Get The App

હવે માતા બગલામુખી 51 કિલો રત્નજડિત સિંહાસન પર બિરાજશે, ગુજરાતનું સૌરાષ્ટ્ર છે આ દેવીનું પ્રગટ સ્થળ

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
હવે માતા બગલામુખી 51 કિલો રત્નજડિત સિંહાસન પર બિરાજશે, ગુજરાતનું સૌરાષ્ટ્ર છે આ દેવીનું પ્રગટ સ્થળ 1 - image


Image: Facebook

Mata Baglamukhi: રાજસ્થાનમાં હાજર માતા બગલામુખી માતાના શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર છે. તંત્ર વિદ્યા માટે પ્રસિદ્ધ માતા બગલામુખીના દર્શન માટે હવે શ્રદ્ધાળુઓને મધ્ય પ્રદેશ જવું પડશે નહીં. હવે રાજસ્થાનમાં જ માતા બગલામુખીનું શક્તિપીઠ મંદિર બની રહ્યું છે. જયપુર ગ્રામીણના ચાકસૂમાં 51 કિલોગ્રામ સોનાથી સુવર્ણમય માતા બગલામુખીનું શક્તિપીઠ બની રહ્યું છે. દેશનું આ એકમાત્ર સુવર્ણમય બગલામુખી ધામ છે. હિમાચલ પ્રદેશમાં સ્થિત માતા બગલામુખી ધામમાં હજારો ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે.

51 કિલો સોનાથી બનેલું છે મંદિર

માન્યતા છે કે માતા બગલામુખીના દર્શનથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થઈ જાય છે. મંદિરના પૂજારીઓએ જણાવ્યું કે બગલામુખી શક્તિપીઠની પ્રાણ પ્રતિષ્ઠા વર્ષ 2017માં થઈ હતી. માતાનું મંદિર 51 કિલોગ્રામ સોનાથી બનાવવામાં આવી રહ્યું છે. માતાજીના મઢમાં 250 ગ્રામ સોનું લાગેલું છે. પ્રાચીન તંત્ર શાસ્ત્રોમાં દસ મહાવિદ્યાઓ કાલી, તારા, ષોડશી, ભુવનેશ્વરી, છિન્નમસ્તા, ત્રિપુરા, ભૈરવી, ધૂમાવતી, બગલામુખી, માતંગી, કમલાનો ઉલ્લેખ મળે છે. આ સૌની સાધનાનું પોતાનું અલગ મહત્વ છે. માતા બગલામુખી દસ મહાવિદ્યાઓમાં આઠમી મહાવિદ્યા છે. તેને માતા પીતામ્બરા પણ કહેવાય છે.

રત્નજડિત સિંહાસન પર બિરાજે છે માતા

માતા બગલામુખની પ્રગટ સ્થળ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારને માનવામાં આવે છે. માતાનું મુખ્ય મંદિર મધ્ય પ્રદેશના આગ્રા જિલ્લામાં હાજર છે. બગલામુખી માતા હંમેશા રત્નજડિત સિંહાસન પર બિરાજે છે. આ કારણ છે કે રાજસ્થાનમાં બનનાર માતાના મંદિરમાં પણ 51 કિલો સોનાથી માતાનું સિંહાસન બનાવવામાં આવ્યું છે. આ દેવી પીળા ફૂલ અને નારિયેળ ચઢાવવાથી પ્રસન્ન થાય છે. દેવીને પીળી હળદરના ઢગલા પર દીપ-દાન કરવાથી અને મૂર્તિ પર પીળા વસ્ત્ર ચઢાવવાથી મોટામાં મોટો અવરોધ પણ દૂર થઈ જાય છે. બગલામુખી દેવીના મંત્રોથી દુ:ખોનો નાશ થાય છે.


Google NewsGoogle News