હથિયાર ઉપાડો અને હુમલા શરૂ કરો...' ખાલિસ્તાની પન્નુએ હવે ખેડૂતોને ઉશ્કેરવાનો કર્યો પ્રયાસ

- બે દિવસ માટે 'દિલ્હી ચલો' માર્ચને રોકવામાં આવી

Updated: Feb 19th, 2024


Google NewsGoogle News
હથિયાર ઉપાડો અને હુમલા શરૂ કરો...' ખાલિસ્તાની પન્નુએ હવે ખેડૂતોને ઉશ્કેરવાનો કર્યો પ્રયાસ 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 18 ફેબ્રુઆરી 2024, સોમવાર

ખાલિસ્તાની ગુરપતવંત સિંહ પન્નુ હવે આંદોલનકારી ખેડૂતોને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે રવિવારે સરકાર સાથે વાતચીત પહેલા પન્નુએ એક વીડિયો જારી કરીને ખેડૂતોને હથિયાર આપવાની પણ ઓફર કરી હતી. જોકે આ અંગે પોલીસ દ્વારા સત્તાવાર કોઈ માહિતી આપવામાં નથી આવી. તાજેતરમાં ખેડૂતોએ MSP એટલે કે ન્યૂનતમ ટેકાના ભાવ પર સરકાર તરફથી મળેલા પ્રસ્તાવ પર ચર્ચા કરવાની વાત કહી છે. આ સાથે જ બે દિવસ માટે 'દિલ્હી ચલો' માર્ચને પણ રોકી દેવામાં આવી છે.

હથિયાર ઉપાડો અને હુમલા શરૂ કરો

ખેડૂતો અને સરકાર વચ્ચેની વાતચીત પહેલા પન્નુએ રવિવારે એક વીડિયો જારી કર્યો હતો. અહેવાલ પ્રમાણે આ વીડિયોમાં તેણે શંભુ અને ખનૌરી બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોને પોલીસ અધિકારીઓ પર હુમલો કરવાની અપીલ કરી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે આ હુમલા માટેના હથિયારો કરતારપુર બોર્ડર પર ઉપલબ્ધ રહેશે.

પન્નુનું કહેવું છે કે, ભારતીયો ગોળીઓ સામે લડવા માટે જાતે હથિયાર ઉઠાવો. પાકિસ્તાન પાસે કરતારપુર બોર્ડર પર હથિયારો ઉપલબ્ધ છે. રિપોર્ટમાં શીર્ષ ગુપ્તચર સૂત્રોને હવાલે કહેવામાં આવી રહ્યું છે કે આ ખેડૂતોને ઉશ્કેરવાનો પ્રયત્ન હતો. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, ખેડૂતો પોતાના અધિકારો હેઠળ વિરોધ કરી રહ્યા છે. કોઈ પણ ખેડૂત SFJની વાત નહીં સાંભળશે. ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે અને વાતચીત ચાલી રહી છે.

6 દિવસથી પ્રદર્શન ચાલુ છે

પંજાબ, હરિયાણા અને ઉત્તર ભારતના અલગ-અલગ ભાગના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હાલમાં શંભુ અને ખનૌરી બોર્ડર પર ખેડૂતો અડગ છે. જો કે, તાજેતરમાં ખેડૂતોએ કહ્યું છે કે, સરકાર તરફથી મળેલા પ્રસ્તાવો પર બે દિવસમાં વિચારણા કરવામાં આવશે અને ત્યારબાદ કોઈ નિર્ણય લેવામાં આવશે.


Google NewsGoogle News