હવે TV ખરીદવું અઘરું થશે! ગ્રાહકોને ઝટકો આપતા સમાચાર આવ્યા
ફેબ્રુઆરીના અંત સુધી ભાવમાં 15 ટકાનો વધારો થવાની શક્યતા
ઉત્પાદન પર થતાં કુલ ખર્ચમાં 60-65 ટકાનો હિસ્સો ઓપન સેલનો હોય છે
Image Freepic |
જો તમે નવું ટીવી ખરીદવા માંગતા હોવ તો તમારા માટે એક માઠાં સમાચાર છે. કારણ કે ટીવીની પેનલ બનાવવા ઉપયોગમાં લેવાતાં ઓપન સેલના ભાવ વધવાના કારણે કંપનીઓએ પણ ટીવીના ભાવ વધારવા માટેની તૈયારી કરી લીધી છે.
ફેબ્રુઆરીના અંત સુધી ભાવમાં 15 ટકાનો વધારો થવાની શક્યતા
કોરોના મહામારી પછી ઓપન સેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, ગત ડિસેમ્બરમાં તેના ભાવમાં આશરે 20 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ જોતાં ટીવી પેનલ બનાવતી કંપનીઓએ ફેબ્રુઆરીના અંત સુધી ભાવમાં વધુ 15 ટકાનો વધારો કરવાની તૈયારી કરી છે. કંપનીઓ ઉત્પાદનમાં ઘટાડો કરવાનું વિચારી રહી છે. જેથી કરીને માંગ સામે પુરવઠો ઓછો આવી શકે છે.
ઉત્પાદન પર થતાં કુલ ખર્ચમાં 60-65 ટકાનો હિસ્સો ઓપન સેલનો હોય છે
ઓપન સેલ ટીવીનો મુખ્ય હિસ્સો હોય છે અને ઉત્પાદન પર થતાં કુલ ખર્ચમાં 60-65 ટકાનો હિસ્સો ઓપન સેલનો હોય છે. તેનું સૌથી વધારે ઉત્પાદન ચીનની 4-5 કંપનીઓ કરે છે અને ઓપન સેલના ભાવ પણ પોતાની મરજીથી નક્કી કરવામાં આવે છે. છેલ્લે ઓગસ્ટમાં તેના ભાવમાં ઘણો વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ ઉત્પાદક કંપનીઓએ તેના ભાવ ઘટાડ્યા તેથી તેમા થોડી નરમી આવી હતી.