હવે ભારતીય સ્ટુડન્ટસ વિદેશનો સ્ટડી ઘરે બેઠા કરી શકશે, હાયર એજ્યુકેશન માટે વિદેશ નહીં જવું પડે
બ્રિટનની યુનિવર્સિટી હરિયાણાના ગુરુગ્રામમાં કેમ્પસ સ્થાપિત કરશે
કયૂએસ રેકિંગમાં આ યુનિવર્સિટી દુનિયાની ૧૦૦ ટોપમાં સમાવિષ્ટ છે.
નવી દિલ્હી,૩૦ ઓગસ્ટ,૨૦૨૪,શુક્રવાર
દર વર્ષે લાખો ભારતીય સ્ટુડન્ટસ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જાય છે પરંતુ હવે વિદેશ ગમન વિના ઘરે બેઠા પણ વિદેશી ડિગ્રી મેળવી શકાશે. વિદેશની યુનિવર્સિટીઓ ભારતમાં જ ખોલવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આની શરુઆત યુનાઇટેડ કિંગડમમાં આવેલી યુનિવર્સિટી ઑફ સાઉથેમ્પટનથી થઈ છે. ક્યુએસ રેંકિંગમાં આ યુનિવર્સિટી દુનિયાની ૧૦૦ ટોપમાં સમાવિષ્ટ છે. યુનિવર્સિટી ઑફ સાઉથેમ્પટનનું ભારતીય કેમ્પસ હરિયાણાના ગુરુગ્રામમાં સ્થાપિત કરવામાં આવશે.
એનઇપી ૨૦૨૦ અંર્તગત અનેક યુનિવર્સિટીઓને ભારતમાં કેમ્પસ ખોલવાની પરમિશન આપવામાં આવી છે. યુનિવર્સિટીના કેમ્પસમાં ડિગ્રી આપવામાં આવશે તે વિદેશની ડિગ્રી જેટલી જ સમકક્ષ ગણાશે. અભ્યાસની ગુણવત્તા પણ વિદેશી કેમ્પસ જેવી જ રહેશે. મતલબ કે બન્નેને કેમ્પસના સ્ટુડન્ટસમાં કોઈ જ તફાવત રહેશે નહીં. એવું માનવામાં આવે છે કે કેટલીક યુનિવર્સિટીના કેમ્પસ જુલાઈ ૨૦૨૫ સુધીમાં શરુ થઈ જશે. એવું માનવામાં આવે છે કે બ્રિટનની યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં ભારતીય કેમ્પસમાં બિઝનેસ અને મેનેજમેન્ટ, કૉમ્પ્યુટરિંગ, લૉ, એન્જીનિયરિંગ, આર્ટસ અને સાયન્સ સહિતના વિષયોનો સમાવેશ થશે.