હવે છ નહીં પાંચ વર્ષની સરકાર, વિધાનસભાની બેઠકો પણ વધી...: જમ્મુ કાશ્મીરમાં પહેલીવાર આ રીતે થશે ચૂંટણી

Updated: Aug 16th, 2024


Google NewsGoogle News
હવે છ નહીં પાંચ વર્ષની સરકાર, વિધાનસભાની બેઠકો પણ વધી...: જમ્મુ કાશ્મીરમાં પહેલીવાર આ રીતે થશે ચૂંટણી 1 - image


Image: Facebook

Jammu and Kashmir Assembly Election 2024: ચૂંટણી પંચે શુક્રવારે દેશમાં થનારી વિધાનસભા ચૂંટણી કાર્યક્રમોની જાહેરાત કરી. પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવવામાં આવ્યું કે કયા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ આપ્યો હતો કે જમ્મુ-કાશ્મીરમાં 30 સપ્ટેમ્બર સુધી ચૂંટણી કરાવવામાં આવે. કલમ 370 રદ થયા બાદથી ત્યાં ચૂંટણી થઈ નથી. ચૂંટણી પંચની પણ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી 30 સપ્ટેમ્બર પહેલા કરાવવાની યોજના છે. ચૂંટણી પંચે ચૂંટણી સંબંધિત તૈયારીઓની સમીક્ષા કરવા માટે તાજેતરમાં જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ પણ કર્યો છે.

જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષમાં શું-શું બદલાયું છે?

જમ્મુ-કાશ્મીરમાં અંતિમ ચૂંટણી 2014માં થઈ હતી. તે બાદથી રાજ્યમાં ચૂંટણી જ થઈ નથી. કલમ 370 હટ્યા બાદથી જ લોકો ચૂંટણીની રાહ જોઈ રહ્યા હતા. દરમિયાન હવે 10 વર્ષ બાદ ત્યાં ચૂંટણી થઈ શકે છે. આ 10 વર્ષમાં સૌથી મોટું પરિવર્તન જમ્મુ-કાશ્મીરમાં એ થયું છે કે હવે તે રાજ્યથી એક કેન્દ્રશાસિત પ્રદેશ બની ચૂક્યું છે. લદ્દાખ હવે જમ્મુ-કાશ્મીરનો ભાગ પણ નથી. કેન્દ્ર સરકારના શાસન હેઠળ જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી કરાવવામાં આવશે. 

કલમ 370 હટ્યા બાદ ત્યાં પહેલી વખત ચૂંટણી થવાની છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા બેઠકોની સંખ્યા પણ વધીને 90 થઈ ગઈ છે. પહેલા સરકારનો કાર્યકાળ 6 વર્ષનો હતો પરંતુ હવે આ માત્ર 5 વર્ષનો જ હશે. આ સિવાય પહેલી વખત મુફ્તી મોહમ્મદ સઈદની ગેર-હાજરીમાં ચૂંટણી થઈ શકે છે. કોંગ્રેસ છોડીને ગુલામ નબી આઝાદે પોતાની અલગ પાર્ટી બનાવી છે જે ચૂંટણી મેદાનમાં નજર આવશે.

વિધાનસભા બેઠકોનું ગણિત શું છે?

જમ્મુ-કાશ્મીર વિધાનસભા વાળો કેન્દ્રશાસિત પ્રદેશ છે. પૂર્ણ રાજ્યનો દરજ્જો ખતમ થયા બાદ તેની વિધાનસભાની તસવીર પણ બદલાઈ ચૂકી છે. હવે જમ્મુ-કાશ્મીરમાં 114 બેઠકો છે, જેમાંથી 24 પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(પીઓકે) માં છે. આ રીતે માત્ર 90 બેઠકો જ છે, જેની પર ચૂંટણી થશે. 90માં 43 બેઠકો કાશ્મીર ડિવિઝનમાં, જ્યારે 47 જમ્મુ ડિવિઝનમાં છે. પહેલા 87 બેઠકો પર જ ચૂંટણી થતી હતી. હવે 16 બેઠકો રિઝર્વ પણ રાખવામાં આવી છે, જે પહેલા નહોતી. જેમાંથી 7 એસસી અને 9 એસટીને મળી છે.

2014 ચૂંટણીના પરિણામ કોના પક્ષમાં આવ્યા હતા?

જમ્મુ-કાશ્મીરમાં 2014 વિધાનસભા ચૂંટણી દરમિયાન 87 બેઠકો પર વોટિંગ થયું હતું. જેમાંથી 28 બેઠકો પર પીડીપીને જીત મળી હતી જ્યારે ભાજપના ખાતામાં 25 બેઠકો ગઈ. નેશનલ કોન્ફરન્સે 15 બેઠકો જીતી હતી. કોંગ્રેસને 12 બેઠકો પર જીત મળી હતી જ્યારે અન્ય દળોને 7 બેઠકો પર જીત પ્રાપ્ત થઈ હતી. સૌથી વધુ 23 ટકા પીડીપીને વોટ મળ્યા હતા, તે બાદ ભાજપને પણ 23 ટકા વોટ મળ્યા હતા. નેશનલ કોન્ફરન્સને 21 ટકા અને કોંગ્રેસને 18 ટકા વોટ મળ્યા હતાં.

2019 લોકસભા ચૂંટણીનું પરિણામ કેવું રહ્યું?

જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં જ થયેલી લોકસભા ચૂંટણીમાં પાંચ બેઠકો પર વોટિંગ થયું. જેમાંથી બે-બે બેઠકો પર ભાજપ અને નેશનલ કોન્ફરન્સને જીત મળી. જ્યારે એક બેઠક પર અપક્ષને જીત મળી હતી. ભાજપને 24 ટકા, નેશનલ કોન્ફરન્સને 22 ટકા, કોંગ્રેસને 19 ટકા અને પીડીપીને 8 ટકા વોટ મળ્યા.


Google NewsGoogle News