Get The App

કોંગ્રેસ મુશ્કેલીમાં, રાજ્યસભા સાંસદ લોકસભામાં જીતી જતાં ભાજપને મોટો ફાયદો થવાના સંકેત!

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
કોંગ્રેસ મુશ્કેલીમાં, રાજ્યસભા સાંસદ લોકસભામાં જીતી જતાં ભાજપને મોટો ફાયદો થવાના સંકેત! 1 - image
Image : IANS

Congress Leaders Deependra hooda News: કોંગ્રેસ નેતા દીપેન્દ્ર હુડ્ડા હરિયાણાની રોહતક લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતી ગયા છે. હવે તેમણે રાજ્યસભામાંથી રાજીનામું આપવું પડશે જેના પર ફરીવાર ચૂંટણી યોજાશે. આ રીતે કોંગ્રેસને લોકસભાની એક બેઠક તો મળી પણ રાજ્યસભામાં એક બેઠક ગુમાવવાનો ખતરો છે. 

કોંગ્રેસને કેમ ખતરો? 

કોંગ્રેસને ખતરો એટલા માટે છે કેમ કે હરિયાણા વિધાનસભામાં મોટાભાગના સભ્યો ભાજપની તરફેણમાં છે. આ ઉપરાંત ક્રોસ વોટિંગ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં હુડ્ડાની આ બેઠક ભાજપના ખાતામાં આવી શકે છે. 

ભાજપને મળી શકે છે સમર્થન 

દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટીના ધારાસભ્યો અને અમુક અપક્ષ ક્રોસ વોટિંગ કરી શકે છે. જો એવું થશે તો પછી કોંગ્રેસ માટે જીત શક્ય નહીં બને અને તે રાજ્યસભાની બેઠક ગુમાવી શકે છે. દીપેન્દ્ર હુડ્ડા 2020માં રાજ્યસભા પહોંચ્યા હતા અને તેમનો કાર્યકાળ 2026 સુધીનો હતો. 

નિયમ શું કહે છે? 

વર્તમાન સ્થિતિમાં ભાજપ મજબૂત સ્થિતિમાં છે. નિયમ અનુસાર રાજ્યસભા સાંસદ લોકસભા બેઠક માટે ચૂંટાય તો પછી તેણે પોતાની બેઠક ખાલી કરવી પડે છે. હવે ચૂંટણીપંચે રાજ્યસભા બેઠક માટે નોટિફિકેશન જાહેર કરવી પડશે. નિયમ અનુસાર 6 મહિનામાં ચૂંટણી યોજવામાં આવશે.

કોંગ્રેસ મુશ્કેલીમાં, રાજ્યસભા સાંસદ લોકસભામાં જીતી જતાં ભાજપને મોટો ફાયદો થવાના સંકેત! 2 - image


Google NewsGoogle News