Get The App

હવે ચીનના સંરક્ષણ મંત્રી લી શાંગફૂ થયા 'ગુમ'? G20 મુદ્દે ઘેરાયેલાં રાષ્ટ્રપતિ જિનપિંગની વધી મુશ્કેલી

વૈશ્વિક રાજકીય સમીકરણો અને આર્થિક મંદીને કારણે તેમને સત્તા ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે

સોશિયલ મીડિયા પર ચીનના સંરક્ષણમંત્રી લી શાંગફૂના 'ગુમ' થવાની ચર્ચા થવા લાગી

Updated: Sep 11th, 2023


Google NewsGoogle News
હવે ચીનના સંરક્ષણ મંત્રી લી શાંગફૂ થયા 'ગુમ'? G20 મુદ્દે ઘેરાયેલાં રાષ્ટ્રપતિ જિનપિંગની વધી મુશ્કેલી 1 - image

ભારતમાં યોજાયેલી G20 સમિટમાં સામેલ થવાથી ઈનકાર કર્યા બાદ એવા અનેક અહેવાલ આવ્યા હતા કે શી જિનપિંગ તેમના જ ઘરમાં ઘેરાયા છે. વૈશ્વિક રાજકીય સમીકરણો અને આર્થિક મંદીને કારણે તેમને સત્તા ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયમાં શી જિનપિંગ તેમના વિશ્વાસુ લોકોને પણ ઠેકાણે લગાવી રહ્યા છે જેમના પર તેમને આંધળો વિશ્વાસ હતો. હવે સોશિયલ મીડિયા પર ચીનના સંરક્ષણમંત્રી લી શાંગફૂના 'ગુમ' થવાની ચર્ચા થવા લાગી છે. 

છેલ્લે બેજિંગમાં જોવા મળ્યા હતા લી

જાપાનમાં અમેરિકી રાજદૂત રાહમ ઈમેનુએલની એક પોસ્ટ સામે આવ્યા બાદથી ચીનના સંરક્ષણ મંત્રી અંગે વિવિધ પ્રકારની ચર્ચાઓ થવા લાગી છે. ચીનના મીડિયાએ તાજેતરમાં કહ્યું હતું કે શી જિનપિંગે સંરક્ષણ મંત્રી સમક્ષ સુરક્ષા અને સ્થિરતાની વાતો કરી હતી. તેમણે કહ્યું હતું કે સૈન્યમાં હાઈ લેવલની એકતાની જરૂર છે. જોકે હવે ચીનના સંરક્ષણમંત્રી લી છેલ્લીવાર બેજિંગમાં આયોજિત ચીન-આફ્રિકા પીસ એન્ડ સિક્યોરિટી ફોરમની બેઠકમાં દેખાયા હતા. તેના બાદથી જાહેરમાં સામે નથી આવ્યા. 

અગાઉ ચીનના વિદેશમંત્રી કિન ગેંગ અચાનક ગુમ થઈ ગયા હતા 

આ જ રીતે ચીનના વિદેશમંત્રી કિન ગેંગ પણ અચાનક ગુમ થઈ ગયા હતા. ત્યારબાદ તેમને મંત્રી પદેથી હટાવી દેવાયા હતા. તે એક મહિનાથી વધુ સમય સુધી સામે નહોતા આવ્યા. કિન ગેંગને પણ રાષ્ટ્રપતિ શી જિનપિંગના નજીકના મનાતા હતા. તેમણે 10 વર્ષ સુધી આ જવાબદારી સંભાળી હતી. અચાનક ચીનની સરકારે વાંગ યીને આ જવાબદારી સોંપી દીધી. ઉલ્લેખનીય છે કે કિન ગેંગની લોકપ્રિયતા જિનપિંગ કરતાં પણ વધી ગઈ હતી. 



Google NewsGoogle News