Get The App

NDAમાં બબાલ, ભાજપને NCPની ખુલ્લી ચેતવણી, કહ્યું - ટારગેટ કરશો તો અલગ રસ્તો અપનાવીશું

Updated: Jun 19th, 2024


Google NewsGoogle News
Maharashtra Deputy Chief Minister Ajit Pawar with his wife


NCP threat to BJP | લોકસભા ચૂંટણી 2024ના પરિણામોમાં મહારાષ્ટ્રમાં ભાજપ સહિત NDAને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપ અને આરએસએસના ઘણા લોકોએ તેના માટે અજિત પવારના એનસીપી સાથેના ગઠબંધનને જવાબદાર ઠેરવ્યા હતા. હવે NCPએ પણ આ અંગે ખુલ્લેઆમ વળતો પ્રહાર કર્યો છે. 

અજિત જૂથની NCPએ આપી ચેતવણી 

NCP એ પણ ચેતવણી આપી છે કે જો અમને આ રીતે નિશાન બનાવવામાં આવશે તો અમે ગઠબંધન તોડીને અલગ રસ્તો અપનાવવા વિચારી શકીએ છીએ. એનસીપી નેતા અમોલ મિતકારીએ કહ્યું, 'અમને ખબર પડી છે કે ભાજપના ધારાસભ્યો હાર માટે અજિત પવારને જવાબદાર ઠેરવી રહ્યા છે. હું આવા લોકોને કહેવા માંગુ છું કે જો અજિત પવારને આ રીતે જ નિશાન બનાવવામાં આવશે તો અમારે અલગ સ્ટેન્ડ લેવાનું વિચારવું પડશે. 

કેમ આ મુદ્દો ઉછળ્યો 

ખરેખર તો એવા અહેવાલો હતા કે પરિણામોની સમીક્ષા કરવા માટે બોલાવવામાં આવેલી બેઠકમાં ભાજપના ધારાસભ્યોએ નબળા પરિણામો માટે અજિત પવાર જૂથ સાથેના ગઠબંધનને જવાબદાર ઠેરવ્યું હતું. હવે NCP નેતાઓ આ મામલે ભારે નારાજ થયા છે. એનસીપીના કેટલાક નેતાઓએ હાર માટે ભાજપ પર નિશાન સાધ્યું છે. એક નેતાએ કહ્યું કે સંઘ સાથે જે થયું તે તેમનો પોતાનો મુદ્દો છે. અજિત પવારના કારણે ભાજપને કોઈ નુકસાન થયું નથી. સંભવ છે કે ભાજપ સામે લોકોના ગુસ્સાથી અમને નુકસાન થયું હોય. ભાજપના નેતાઓ સતત 400 પાર કરવાની અને બંધારણ બદલવાની વાત કરતા હતા. કદાચ આને કારણે જ નુકસાન થયું છે.

અમારો ઓબીસી સમુદાયમાં પ્રભાવ 

NCP નેતાએ કહ્યું કે અજિત પવારનો OBC સમુદાયમાં ઘણો પ્રભાવ છે. આવી સ્થિતિમાં એનસીપીએ ડેમેજ કંટ્રોલ કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો, પરંતુ ભાજપના કેટલાક નેતાઓ એવા છે કે જે મનમાં આવે તે જ બોલે છે. આવા નેતાઓના કારણે નુકસાન પણ થયું છે. એનસીપીએ કહ્યું કે માત્ર અમે જ નહીં પરંતુ એકનાથ શિંદેની શિવસેના પણ માને છે કે ભાજપના નેતાઓના બેફામ નિવેદનો અને 400 પારના નારાને કારણે આવા પરિણામો આવ્યા છે. જ્યારે એનસીપી નેતા સુનીલ તટકરેએ કહ્યું કે ગઠબંધનમાં બધુ બરાબર છે. અમે ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે વાત કરી છે, જેમણે આવું કંઈ કહ્યું નથી.

NDAમાં બબાલ, ભાજપને NCPની ખુલ્લી ચેતવણી, કહ્યું - ટારગેટ કરશો તો અલગ રસ્તો અપનાવીશું 2 - image


Google NewsGoogle News