Get The App

1901ની સાલ બાદ પહેલીવાર નવેમ્બર આટલું ગરમ રહ્યું, જાણો હાડ થીજવતી ઠંડી કેમ નથી પડી રહી?

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News
winter


Weather Update: ડિસેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે તો પણ હજુ અમુક રાજ્યોમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. મોટાભાગે નવેમ્બરથી જ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ આ વર્ષે નવેમ્બર મહિનામાં પણ હવામાન આવી જ રહ્યું હતું. 123 વર્ષ પછી નવેમ્બર મહિનો દેશ માટે સૌથી ગરમ રહ્યો છે.

તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની ધારણા

ડિસેમ્બર મહિનો શરૂ થયો હોવા છતાં પણ હજુ સવાર અને સાંજના સમયે જ તાપમાનમાં ઘટાડો થાય છે, પરંતુ દિવસભર તાપમાન 30 ડિગ્રીની આસપાસ રહે છે. આ વખતે, ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી દેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની ધારણા છે.

નવેમ્બરમાં ગરમીથી લોકો પરેશાન

નવેમ્બર 1901 પછીનો 29.37 તાપમાન સાથે બીજો સૌથી ગરમ મહિનો હતો. આ વખતે દિલ્હીમાં નવેમ્બર મહિનો 14 વર્ષ પછી સૌથી ગરમ રહ્યો હતો. નવેમ્બર મહિનામાં સવારે અને સાંજે લોકોએ ગુલાબી ઠંડીનો અહેસાસ કર્યો હતો, પરંતુ દિવસ દરમિયાન સૂર્યપ્રકાશના કારણે લોકોને પરસેવો પડી ગયો હતો.

જાણો શા માટે આટલી ગરમી પડી રહી છે

સામાન્ય રીતે નવેમ્બર મહિનામાં શિયાળો શરૂ થાય છે અને ડિસેમ્બર સુધીમાં તે અત્યંત ઠંડી પડવા લાગે છે. પરંતુ આ વખતે હવામાનનો મિજાજ બદલાયો છે. સપ્ટેમ્બરની શરૂઆતથી હવામાન શુષ્ક છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વખતે વરસાદ થયો નથી. આ કારણોસર કડકડતી શિયાળાની શરૂઆત મોડી થઈ રહી છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં CM કયા પક્ષના હશે થયું ફાઈનલ! રૂપાણીનું મોટું નિવેદન, જાણો ક્યારે બેઠક થશે

ક્યારે શરૂ થશે શિયાળો?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ડિસેમ્બરના શરૂઆતના દિવસોમાં હવામાન સામાન્ય રહેશે. આ સમયગાળા દરમિયાન કોઈ મોટા ફેરફારો થશે નહીં. હજુ પણ લોકોને કડકડતી ઠંડીની રાહ જોવી પડશે. 

કડકડતી શિયાળા માટે લોકોએ વધુ રાહ જોવી પડશે. જો કે આ વર્ષે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી દેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે.

1901ની સાલ બાદ પહેલીવાર નવેમ્બર આટલું ગરમ રહ્યું, જાણો હાડ થીજવતી ઠંડી કેમ નથી પડી રહી? 2 - image



Google NewsGoogle News